News Continuous Bureau | Mumbai
દક્ષિણ મુંબઈમાં મસ્જિદ બંદર (Masjid Bandar) અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(Chhatrapati Shivaji Maharaj Terminus) વચ્ચે આવેલા કર્ણાક બંદર ફ્લાયઓવરને(Karnak Bandar Flyover) મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા પુનઃ બાંધવામાં(Rebuilt) આવવાનો છે. પરંતુ આ પુનઃનિર્માણ પહેલા જૂનો પુલ તોડી પાડવામાં આવવાનો છે. આ ડિમોલિશન દરમિયાન અવરોધરૂપ સ્ટોલ અને જીમખાનાઓને(Blocking stalls and gymnasiums) પાલિકા તોડી પાડવામાં આવવાના છે, તેને કારણે હવે પુલની આજુબાજુમાં રહેતા નાગરિકો આક્રમક બનીને આના વિરોધમાં રસ્તા પર ઉતરશે તેવી માહિતી મળી રહી છે.
IIT મુંબઈ (IIT Mumbai) અને સેન્ટ્રલ રેલવે(Central Railway) દ્વારા સંયુક્ત નિરીક્ષણમાં કર્ણાક બ્રિજને જોખમી જાહેર કરવામાં આવ્યો છે. આ પુલ તોડીને પુનઃનિર્માણ કરવામાં આવવાનો છે. પુલ બંધ કરવા માટે જરૂરી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવામાં આવેલ છે.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે ને ફળ્યો પહેલો રવિવાર- આટલા કરોડની કરી કમાણી- જાણો શું છે ફિલ્મ ની ખાસિયત
સેન્ટ્રલ રેલવેના કહેવા મુજબ આગામી થોડા દિવસોમાં કર્ણક બ્રિજને તોડી પાડવાનું કામ શરૂ થશે. દરમિયાન આ તમામ કામગીરી અગાઉ મોટો વિરોધ થવાનો ડર પાલિકા પ્રશાસનને સતાવી રહ્યો છે. હકીકતમાં આ પુલ પર અને તેની આજુબાજુ મોટા પ્રમાણમાં દુકાનો અને બાંધકામ આવેલા છે. પુલ તોડી પાડવા અગાઉ આ બાંધકામ તોડવામાં આવવાના છે. તેની સામે નાગરિકોના વિરોધની શક્યતા છે.
