News Continuous Bureau | Mumbai
પોલીસ સ્ટેશનમાં(Police station) ફરિયાદ લઈ જનારાએ ધમકાવીને ભગાવી દેવાના અનેક કેસ મુંબઈના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. તેની નોંધ લઈને મુંબઈ પોલીસ કમિશનર(Police commissioner) સંજય પાંડેએ(Sanjay pandey) આવી પીડિત વ્યક્તિઓની ફરિયાદ નહીં સાંભળનારાના પોલીસ કર્મચારીઓને ચેતવણી આપી છે.
સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં ન્યાય માગનારા સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશનની ભગાવી દેવામાં આવતા હોય છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેને આવી અનેક ફરિયાદ(complaint) આવી હતી. તેની નોંધ લઈને કમિશનરને આવા પોલીસ કર્મચારીઓ(Police employee) માટે આદેશ બહાર પાડ્યો છે. તે મુજબ પીડિત વ્યક્તિની એફઆઈઆર(FIR) નોંધવાનું ટાળનારા પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : આજે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આ કારણે 6 કલાક રહેશે બંધ.. જાણો વિગતે
મુંબઈ પોલીસ કમિશનર પદે નીમાયા બાદ સંજય પાંડેએ સામાન્ય નાગરિકો માટે અનેક વખાણવાલાયક કામ કરી રહ્યા છે, જેમાં તેમણે સામાન્ય નાગરિકને કોઈ પણ ફરિયાદ હોય તેમને સાંભળવામાં આવતા ન હોય તેવા લોકો માટે મદદ કરવાનું વચન આપ્યું હતું અને સોશિયલ મીડિયા(Social media) પર ખાસ પોતાનો મોબાઈલ નંબર પણ શેર કર્યો હતો.