Site icon

FIR નહીં નોંધનારા પોલીસ કર્મચારીનું હવે આવી બનશેઃ મુંબઈ પોલીસ કમિશનરે આપી આ ચેતવણી.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

પોલીસ સ્ટેશનમાં(Police station) ફરિયાદ લઈ જનારાએ ધમકાવીને ભગાવી દેવાના અનેક કેસ મુંબઈના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. તેની નોંધ લઈને મુંબઈ પોલીસ કમિશનર(Police commissioner) સંજય પાંડેએ(Sanjay pandey) આવી પીડિત વ્યક્તિઓની ફરિયાદ નહીં સાંભળનારાના પોલીસ કર્મચારીઓને ચેતવણી આપી છે.

Join Our WhatsApp Community

સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં ન્યાય માગનારા સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશનની ભગાવી દેવામાં આવતા હોય છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેને આવી અનેક ફરિયાદ(complaint) આવી હતી. તેની નોંધ લઈને કમિશનરને આવા પોલીસ કર્મચારીઓ(Police employee) માટે આદેશ બહાર પાડ્યો છે. તે મુજબ પીડિત વ્યક્તિની એફઆઈઆર(FIR) નોંધવાનું ટાળનારા પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : આજે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આ કારણે 6 કલાક રહેશે બંધ.. જાણો વિગતે

મુંબઈ પોલીસ કમિશનર પદે નીમાયા બાદ સંજય પાંડેએ સામાન્ય નાગરિકો માટે અનેક વખાણવાલાયક કામ કરી રહ્યા છે, જેમાં તેમણે સામાન્ય નાગરિકને કોઈ પણ ફરિયાદ હોય તેમને સાંભળવામાં આવતા ન હોય તેવા લોકો માટે મદદ કરવાનું વચન આપ્યું હતું અને સોશિયલ મીડિયા(Social media) પર ખાસ પોતાનો મોબાઈલ નંબર પણ શેર કર્યો હતો.
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version