News Continuous Bureau | Mumbai
Cat Viral Video: મુંબઈ પોલીસ ( Mumbai Police ) હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. આ દરમિયાન મુંબઈ પોલીસે પોલીસ સ્ટેશનનો ( police station ) વધુ એક ફની વીડિયો શેર કર્યો છે. જેમાં એક બિલાડી સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરની ( senior inspector ) ખુરશી પર બેઠેલી જોવા મળે છે. પોલીસ ઈન્સ્પેક્ટર સુધીરે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને મુંબઈ પોલીસે રી-પોસ્ટ કર્યો છે.
વિડિઓ જુઓ:
View this post on Instagram
આ વાયરલ વીડિયોમાં જ્યારે ઇન્સ્પેક્ટર બિલાડીને હળવેથી ઉપાડીને બીજી જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કરે છે ત્યારે લોલા ખુરશી પરથી ઉઠ્યા વિના તેમની સાથે રમતી જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કારણ કે લોલાના એક્સપ્રેશન્સ યુઝર્સને એન્ટરટેઈન કરી રહ્યા છે. સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સુધીર એસ. કુડાલકર પ્રાણીઓની ક્રૂરતા સામે કામ કરે છે. તેઓ રખડતા પ્રાણીઓને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો શેર કરી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : AI-based Death Predictor: હવે આ ટેક્નોલોજી દ્વારા માણસ જાણી શકશે મૃત્યુની તારીખ અને સમય…. જાણો શું છે આ પ્રોજેક્ટ…વાંચો અહીં.
વીડિયોમાં પોલીસ ઓફિસર બિલાડીને કહી રહ્યા છે કે તું હવે ઉઠ, મારે ઘણું કામ છે. આના પર બિલાડી માથું ઊંચું કરે છે અને કરડવાની કોશિશ કરે છે. મુંબઈ પોલીસે આ વીડિયોના કેપશનમાં લખ્યું કે આ ‘ફર-એન્ડશિપ’ ક્યારેય પાછળ ન છોડવી જોઈએ. #પરફેક્ટ મિત્રો
યુઝર્સે આપી આ પ્રતિક્રિયા
PETAએ વાયરલ વીડિયો પર ટિપ્પણી કરી અને લખ્યું: અમે લોલાને પ્રેમ કરીએ છીએ અને અમે તમારા દયાળુ હૃદયને પ્રેમ કરીએ છીએ. તેથી જ તમે PETA ઈન્ડિયાના હીરો ટુ એનિમલ્સ એવોર્ડ વિજેતા છો. એકે લખ્યું કે તે પહેલીવાર પોલીસકર્મીને જોઈને ખૂબ ખુશ છે.