Site icon

CBI Raid On Passport Office: મુંબઈમાં પાસપોર્ટ કેન્દ્રો પર દરોડા ચાલુ; 1.59 કરોડ અને અન્ય ગુનાહિત વસ્તુઓ કરાઈ જપ્ત..જાણો વિગતે..

CBI Raid On Passport Office: ફેડરલ એજન્સીએ 28 જૂને લોઅર પરેલ અને મલાડના પાસપોર્ટ સેવા કેન્દ્રો (PSKs) ના 14 અધિકારીઓ અને 18 દલાલો અને વચેટિયાઓ વિરુદ્ધ 12 કેસ નોંધ્યા પછી CBIના અધિકારીઓએ મુંબઈ અને નાસિકમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

CBI Raid On Passport Office Raids continue at passport centers in Mumbai; 1.59 crores and other criminal items were seized

CBI Raid On Passport Office Raids continue at passport centers in Mumbai; 1.59 crores and other criminal items were seized

News Continuous Bureau | Mumbai

CBI Raid On Passport Office:  વિદેશ મંત્રાલય અંતર્ગત મુંબઈના પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસના ( Mumbai Passport Office ) લોઅર પરેલ અને મલાડ અહીં પાસપોર્ટ સેવા કેંદ્રોમાં નિમણુંક કરાયેલ, એજન્ટ/ બ્રોકર્સ સાથે મળીને ભ્રષ્ટાચારના આરોપસર  સીબીઆઈએ 28.06.2024 ના રોજ લોઅર પરેલ અને મલાડ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં પાસપોર્ટ સહાયકો/વરિષ્ઠ પાસપોર્ટ એમની સાથે 14 અધિકારીઓ સાથે અઢાર (18) પાસપોર્ટ સુવિધા એજન્ટ/દલાલ વિરુદ્ધ 12 કેસ નોંધવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community

કેસની વધુ તપાસ કરવા માટે, સીબીઆઈએ 30 જૂન અને 1 જુલાઈના રોજ મુંબઈમાં અન્ય પાસપોર્ટ ( Passport Service Centres એજન્ટ બ્રોકરની ઓફિસ અને નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. આ ઓપરેશનમાં, 1.59 કરોડની રોકડ સાથે 5 ડાયરીઓ અને ડિજિટલ પુરાવાના રૂપમાં અન્ય ગુનાહિત સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.

CBI Raid On Passport Office: લાંચ લેવાનો અથવા પાસપોર્ટ અરજદારોની અંગત વિગતો સાથે છેડછાડ કરવાનો આરોપ હતો….

આ અધિકારીઓ પાસપોર્ટ સેવા એજન્ટો સાથે નિયમિત સંપર્કમાં હતા અને તેમના પર અપૂરતા/અપૂર્ણ દસ્તાવેજોના આધારે પાસપોર્ટ જારી કરવાના બદલામાં લાંચ લેવાનો અથવા પાસપોર્ટ અરજદારોની ( Passport applicants ) અંગત વિગતો સાથે છેડછાડ કરવાનો આરોપ હતો.

વિદેશ મંત્રાલયના ( Ministry of External Affairs ) પાસપોર્ટ સેવા કાર્યક્રમના તકેદારી અધિકારીઓ અને પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ, મુંબઈના અધિકારીઓ દ્વારા 26.06.2024ના રોજ પરેલ અને મલાડ ખાતેના પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંયુક્ત તપાસ માટે આયોજિત ઓચિંતી મુલાકાત દરમિયાન આ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન, સીબીઆઈ ટીમ અને વિદેશ મંત્રાલયના પાસપોર્ટ સેવા કાર્યક્રમના તકેદારી અધિકારીઓ દ્વારા સંદિગ્ધ અધિકારીઓના ઓફિસ ડેસ્ક અને મોબાઈલ ફોનનું સંયુક્ત રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ અધિકારીઓના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) આઈડી પર દસ્તાવેજો, સોશિયલ મીડિયા ચેટ્સ અને ટ્રાન્ઝેકશનના વિશ્લેષણમાં PSK અધિકારીઓ દ્વારા વિવિધ શંકાસ્પદ વ્યવહારો બહાર આવ્યા હતા. જેમાં એવું જણાયું હતું કે પાસપોર્ટ ઇશ્યુ કરવા તેમજ અપૂરતા/બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ ઇસ્યુ કરવા પાસપોર્ટ સેવા એજન્ટો માંગણી કરે છે અને તેનો લાભ લેવા માટે શંકાસ્પદ અધિકારીઓ દ્વારા આ માંગણી સ્વીકારવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  Budget 2024-25: સરકાર બજેટ 2024માં, પગારદાર વ્યક્તિઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ વધારીને હવે રુ. 1 લાખ કરી શકે છે.. જાણો વિગતે..

CBI Raid On Passport Office: લાખો રૂપિયાનો લાભ મેળવતા હતા….

એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે, શંકાસ્પદ PSK અધિકારીઓ વિવિધ પાસપોર્ટ સુવિધા એજન્ટો/દલાલો પાસેથી સીધા તેમના બેંક ખાતામાં અથવા નજીકના પરિવારના સભ્યોના બેંક ખાતામાં ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાનો લાભ મેળવતા હતા.

સીબીઆઈએ અગાઉ 29.06.2024ના રોજ મુંબઈ અને નાસિકમાં આ કેસમાં આરોપી સરકારી અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓની લગભગ 33 મિલકતો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ગુનાહિત પ્રકૃતિના દસ્તાવેજો જેવા કે પાસપોર્ટ દસ્તાવેજો સંબંધિત દસ્તાવેજો/ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા.

 

Vikhroli: વિક્રોલીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન દુર્ઘટના: રમી રહેલી ૩ વર્ષની બાળકી પર લાઉડસ્પીકર પડતા મોત; આયોજકો સામે FIR.
Dahisar: દહિસરના અશોકવનમાં વાહનોમાં ભીષણ આગ: અનેક ટુ-વ્હીલરો બળીને ખાખ; નશાખોર તત્વોએ આગ લગાડી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.
SGNP: સંજય ગાંધી નેશનલ પાર્ક આદિવાસીઓ પર ઘર ગુમાવવાનું સંકટ:ના પ્રશાસનની બે દિવસની નોટિસથી વિવાદ; રજાઓનો લાભ ઉઠાવ્યાનો આક્ષેપ.
Malad Gas Cylinder Blast: મુંબઈના મલાડમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી ફાટી નીકળી આગ: ૦૬ લોકો ગંભીર રીતે દાઝ્યા; માલવણી વિસ્તારમાં મચી દોડધામ.
Exit mobile version