News Continuous Bureau | Mumbai
Mumbai: કેન્દ્ર સરકારે પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જુથ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray ) દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેમાં હવે થાણે ( Thane ) ખાડી વિસ્તારને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ જાહેરાત કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ થાણે ખાડી વિસ્તારને રામસર સાઇટનો ( ramsar site ) દરજ્જો આપવા માટે કેન્દ્રને દરખાસ્ત મોકલી હતી.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે શિયાળામાં ફ્લેમિંગો ( Flamingos ) પક્ષીઓ થાણેના ખાડી પરિસરમાં આવે છે અને આ પરિસરને પોતાનો આશ્રય સ્થાન બનાવે છે. આ પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને ઠંડીથી બચવા માટે થાણેમાં આવે છે. આ વિસ્તારને બચાવવા અને ફ્લેમિંગોના વસવાટ વિસ્તારને વિનાશથી બચાવવા માટે, પ્રવાસન વિભાગે થાણે અને નવી મુંબઈની સરહદ પર સ્થિત ફ્લેમિંગો સાઇટને રામસર સાઇટ તરીકે દરજ્જો આપવાની દરખાસ્ત તૈયાર કરી હતી. જે ગયા વર્ષે 9 ડિસેમ્બરે તત્કાલિન પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરેએ આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મોકલ્યો હતો. જેમાં અંતિમ મંજુરી મળ્યા બાદ થાણેની ખાડીમાં આવેલી આ જગ્યાને વેટલેન્ડ તરીકે માન્યતા અપાવવા માટે કેન્દ્ર સરકારને ( Central Govt ) દરખાસ્ત મોકલવામાં આવી હતી.
થાણે એશિયાની સૌથી મોટી ખાડી છે…
નાંદુર મધ્યેશ્વર પછી, લોનાર, થાણે ખાડી ( Thane Bay ) વિસ્તારને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં ત્રીજા સાઈટ તરીકે છે. જ્યારે મુંબઈમાં આ પ્રથમ છે. તમિલનાડુ, ઓડિશા, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વેટલેન્ડ્સ સહિત દેશના અન્ય 11 વેટલેન્ડ્સને રામસર સાઇટ્સની યાદીમાં હવે થાણેની સાઈટને પણ સામેલ કરવામાં આવી છે. જેમાં સંરક્ષણ ક્ષેત્રોમાં તંપારા તળાવ, હીરાકુંડ જળાશય, અનસુપા તળાવ, યશવંત સાગર, ચિત્રાગુડી પક્ષી અભયારણ્ય, સુચિન્દ્રમ થેરૂર વેટલેન્ડ વિસ્તાર, વડુવુર પક્ષી અભયારણ્ય, કાંજીરનકુલમ પક્ષી અભયારણ્ય, થાણે ખાડી વિસ્તાર, હૈગામ વેટલેન્ડ કન્ઝર્વેશન એ શાલબુલ વેટલેન્ડ વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં થાણે ખાડી વિસ્તાર જોડાતા હવે ભારતમાં રામસર સાઇટ્સની કુલ સંખ્યા 75 પર પહોંચી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Stock Market Investors: ભારતના શેરબજારના 50% થી વધુ રોકાણકારો આ 6 રાજ્યોમાંથી જ આવે છે..
થાણે એશિયાની સૌથી મોટી ખાડી છે અને કુલ 6,522.5 હેક્ટર વિસ્તારને આવરી લે છે, જેમાંથી 1,690.5 હેક્ટરને થાણે ફ્લેમિંગો અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 4,832 હેક્ટર ઈકો સેન્સિટિવ ઝોન તરીકે છે. રામસર સાઈટ જે સ્થળને જાહેર કરવામાં આવ્યું છે કે, તેમાં ભારતના 20 ટકા જંગલોનો સમાવેશ થાય છે. જેમાં ફ્લેમિંગો જેવી પ્રજાતિઓ સાથે મોટા અને ઘણા પ્રવાસી પક્ષીઓ અહીં આવે છે. થાણેના મેન્ગ્રોવ્સમાં જોવા મળતી વિવિધ માછલીઓ, કીડા, પતંગિયા અહીં જોવા મળે છે. તેથી જો સમગ્ર થાણે મેન્ગ્રોવ્ઝ ફોરેસ્ટને રામસરનો દરજ્જો મળે તો સમગ્ર વિસ્તારનું રક્ષણ થશે અને પર્યાવરણનું પણ રક્ષણ થશે. આ મેન્ગ્રોવ સંકુલમાં આંતરરાષ્ટ્રીય નિયમો પણ લાગુ થશે.