179
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
મધ્ય રેલવેએ મુસાફરોને વધારાની ટ્રેન કે વિશેષ સેવા આપ્યા વિના જ રૂ. 100 કરોડથી વધુની કમાણી કરી છે.
મધ્ય રેલવેએ આ વર્ષે એપ્રિલ અને નવેમ્બર વચ્ચે ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરો પાસેથી દંડ તરીકે રૂ. 100.82 કરોડની કમાણી કરી છે.
આ દરમિયાન 17 લાખથી વધુ મુસાફરોને રેલવે ટિકિટ વિના મુસાફરી કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
સાથે જ સેન્ટ્રલ રેલવેની વિશેષ ટીમે 29,019 લોકોને કોરોના નિયમોનું પાલન ન કરવા બદલ સજા ફટકારી છે.
You Might Be Interested In