Site icon

Central Railway AC Local Train : મુંબઈમાં એસી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા ખુદાબક્ષો માટે હવે મધ્ય રેલવે જારી કર્યો વોટ્સએપ હેલ્પલાઈન નંબર, ફરિયાદ મળતા થશે તાત્કાલિક કાર્યવાહી.

Central Railway AC Local Train : મુંબઈ લોકલમાંથી રાત્રે 8 વાગ્યા પછી ટિકિટ નિરીક્ષકોની ઓછી હાજરીને કારણે ટિકિટ વિનાના મુસાફરોની સંખ્યામાં હાલ વધારો થયો છે. તેથી, પશ્ચિમ રેલવેએ ટિકિટ નિરીક્ષકોની એક વિશેષ ટીમ બનાવી છે જે હવે રાત્રે ટીકીટ વગરના ખુદાબક્ષો પર નજર રાખશે.આ ટીમને બેટમેન સ્ક્વોડ નામ આપવામાં આવ્યું છે. જેનો અર્થ છે કે રાત્રે સાવધાન રહો. આ ટીમ હવે ટ્રેનમાં ટીકીટ વગરના ખુદાબક્ષો સામે કાર્યવાહી કરશે.

Central Railway has now issued a WhatsApp helpline number for those traveling in AC local trains in Mumbai, immediate action will be taken if complaints are received..

Central Railway has now issued a WhatsApp helpline number for those traveling in AC local trains in Mumbai, immediate action will be taken if complaints are received..

News Continuous Bureau | Mumbai 

Central Railway AC Local Train : મુંબઈની એસી લોકલમાં ટિકિટ ( AC Local Train ) વિના મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં હાલ વધારો થયો છે. ટિકિટ વગરના મુસાફરોને કારણે હાલ મુંબઈની એસી લોકલમાં ટિકિટ ધારક અને પાસ ધારક મુસાફરી કરતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં હવે મધ્ય રેલવેની ટાસ્ક ફોર્સે મહત્વનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ રેલવેના એસી ટાસ્ક ફોર્સે ( AC Task Force ) હવે એસી લોકલ અથવા સામાન્ય લોકલ ફર્સ્ટ ક્લાસ કોચમાં ટિકિટ વિના મુસાફરી ( Ticketless Passengers ) કરતા મુસાફરો સામે પગલાં લેવા માટે એક નવો વોટ્સએપ ફરિયાદ નંબર 7208819987 જારી કર્યો છે.

Central Railway AC Local Train :  પશ્ચિમ રેલવેએ ટિકિટ નિરીક્ષકોની  એક વિશેષ ટીમ બનાવી છે જે હવે રાત્રે ટીકીટ વગરના ખુદાબક્ષો પર હવે નજર રાખશે.

પ્રવાસીઓને હવે વગર ટિકીટે ( Train Ticket ) પ્રવાસ કરતા કોઈપણ  વ્યક્તિની જાણ થતા આ હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરવાની આમાં સુવિધા છે. આ WhatsApp ફરિયાદ નંબર ફક્ત સંદેશા મોકલવા માટે જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, મધ્ય રેલવેએ પ્રવાસીઓના આ ફરિયાદોના નિરાકરણ માટે એક વિશેષ મોનિટરિંગ ટીમની પણ રચના કરી છે. આ નંબર પર ફરિયાદ આવશે ત્યારે આ ટીમ કાર્યવાહી કરશે. મધ્ય રેલવેના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે જો આ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ નહીં કરવામાં આવે તો આ ટીમ બીજા દિવસે સિવિલ ડ્રેસમાં કોચ પર નજર રાખીને કાર્યવાહી કરશે.

આ સમાચાર પણ વાંચો :  Adani Group Mundra Port: પ્રથમ વખત ભારતમાં પહોંચ્યું સૌથી મોટું કન્ટેનર જહાજ; ચાર ફૂટબોલ મેદાન સમાવી શકે તેટલી લંબાઈ, અદાણી પોટર્સે બનાવ્યો આ રેકોર્ડ…

હાલ એક કિસ્સામાં ટિકિટ વગર એસી લોકલમાં મુસાફરી કરતી એક મહિલા ટીસીને ધક્કો મારીને ભાગી ગઈ હતી. આ ઘટના ચર્ચગેટ અને વિરાર સ્ટેશન વચ્ચે બની હતી. આ કિસ્સામાં મહિલા ટીસીને જાણવા મળ્યું હતું કે ટ્રેનમાં એક મહિલા પાસે ટિકિટ નથી. આ બાદ આ કિસ્સામાં મહિલા અને મહિલા ટીસી વચ્ચે બોલાચાલી થઈ હતી અને મહિલા મુસાફર ટીસીને ધક્કો મારીને ભાગી ગઈ હતી. હાલ આ મામલે વસઈ પોલીસમાં મહિલા પ્રવાસી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

મુંબઈ લોકલમાંથી રાત્રે 8 વાગ્યા પછી ટિકિટ નિરીક્ષકોની ( ticket inspectors ) ઓછી હાજરીને કારણે ટિકિટ વિનાના મુસાફરોની સંખ્યામાં હાલ વધારો થયો છે. તેથી, પશ્ચિમ રેલવેએ ટિકિટ નિરીક્ષકોની  એક વિશેષ ટીમ બનાવી છે જે હવે રાત્રે ટીકીટ વગરના ખુદાબક્ષો પર નજર રાખશે.આ ટીમને બેટમેન સ્ક્વોડ નામ આપવામાં આવ્યું છે. જેનો અર્થ છે કે રાત્રે સાવધાન રહો. આ ટીમ હવે ટ્રેનમાં ટીકીટ વગરના ખુદાબક્ષો સામે કાર્યવાહી કરશે.

 

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version