Site icon

વાહ-ઘરે બેઠા જાણો તમારી લોકલ ટ્રેન કયાં પહોંચી-ટ્રેનનુ લોકેશન જાણો પછી ઘરેથી નીકળો-સેન્ટ્રલના પ્રવાસીઓ માટે શરૂ કરાઈ આ સુવિધા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સેન્ટ્રલ રેલવેની(Central Railway) ટ્રેનો ટાઈમ(Train timings) પર દોડે કે નહીં તેનું લાઈવ લોકેશન(Live location) જોઈને મુંબઈગરા પોતાના ઘરથી ટ્રેન પકડવા હવે નીકળી શકશે. સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓ માટે 'યાત્રી'(Yatri) મોબાઇલ એપ્લિકેશન(Mobile application) લોન્ચ કરવામાં આવી છે. તેના પરથી સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનોના(local trains) લાઈવ લોકેશન તો જાણી શકાશે પણ સાથે જ ટ્રેનોને લગતી તમામ માહિતી પણ તમારા મોબાઈલ પર મિનિટોમાં આવી જશે.

બુધવાર 13 જુલાઈ, 2022 ના રોજ સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર(General Manager) અનિલ કુમાર લાહોટીની(Lahoti) હાજરીમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન(CSMT Station) પર યાત્રી એપ્લિકેશનને લગતી તમામ માહિતીઓ સાથેનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

યાત્રી એપ દૈનિક ઉપનગરીય મુસાફરો(suburban commuters) માટે રેલવેની માહિતી મેળવવા અને તેમની મુસાફરીનું વધુ સારી રીતે આયોજન કરવા માટેનું એક ઉપયોગી સાધન બની રહેશે એવો દાવો મધ્ય રેલવેએ કર્યો છે. મુસાફરોને યાત્રી એપ દ્વારા મેગાબ્લોકને(Mega block) કારણે ટ્રેન સેવામાં(Train service) થનારા વિક્ષેપ, ટ્રેનો કેન્સલ અથવા સ્પેશિયલ ટ્રેન(Special train) વગેરેની તમામ માહિતી મળશે.

આ સમાચાર પણ વાંચો : બન્યો નવો રેકોર્ડ-પહેલી વાર જુલાઈમાં છલકાયું આ તળાવ-મુંબઈગરાઓને માથેથી હવે ફેબ્રુઆરી સુધી પાણી સંકટ ગયું- જાણો વિગતે

લાઈવ લોકેશન ટ્રેકિંગ(Tracking) એ આ એપની મહત્વની વિશેષતા છે. “યાત્રી” એ એક મોબાઈલ એપ્લિકેશન છે જે મુસાફરોને તેમની મુસાફરી અને સરળ મુસાફરીનું વધુ સારી રીતે આયોજન કરવામાં પણ મદદ કરશે. આનાથી લોકલ ટ્રેનનું રિયલ ટાઈમ લોકેશન(Real time location) જાણવામાં મદદ મળશે. નકશા પર ટ્રેનનું લોકેશન જોઈ શકાશે.

આ ઍપ દર 15 સેકન્ડે ડેટા ઓટો-રીફ્રેશ કરશે. યુઝર્સ ટ્રેનનું અપડેટ લાઈવ લોકેશન મેળવવા માટે રિફ્રેશ બટન પર ક્લિક કરી શકશે. યુઝરને ટ્રેનના આગમન અંગે સમયસર સૂચનાઓ પણ પ્રાપ્ત થશે. આ સુવિધા મેઇન લાઇન, હાર્બર લાઈન, ટ્રાન્સ હાર્બર લાઈન અને બેલાપુર/નેરુલ – ખારકોપર લાઇન પર મુસાફરો માટે ઉપલબ્ધ છે. Yatri એપ એન્ડ્રોઇડ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે.

યાત્રી ઍપની અનેક ખાસિયતો છે  તેના પર પ્રવાસીઓને લાઇવ અપડેટ્સ(Live updates) મળતા રહેશે. લોકલ ટ્રેનોનું અપડેટ કરેલું ટાઈમટેબલ રહેશે. ઉપનગરીય ટ્રેન(Suburban train) ટિકિટ ભાડાની વિગતો રહેશે. મેલ એક્સપ્રેસ ટ્રેનની માહિતી જેમ કે "સ્પૉટ યોર ટ્રેન"(Spot your train) અને "PNR સ્ટેટસ" જાણી શકશે. મુંબઈ ડિવિઝન(Mumbai Division), મધ્ય રેલવે પરના સ્ટેશનો પરની સુવિધાઓ જોવા મળશે. રેલવે અને મેડિકલ ઇમરજન્સી(Railway and Medical Emergency number) નંબર હશે. મનપસંદ (નિયમિત) ટ્રેનો અને રૂટ પર એલર્ટ સેટ કરી શકાશે. એક જ ટૅપમાં SOS માટે રેલવે ઈમરજન્સી(Railway emergency) નો સંપર્ક કરી શકાશે. મેટ્રો, મોનો, ફેરી અને બસની માહિતી અને ટાઈમ ટેબલ હશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં આજે રહેશે આવો મોસમ તેમજ બપોરનો 12 વાગ્યાનો સમય જોખમી- જાણો ગત 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો. પૂરી જાણકારી અહીં
 

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version