News Continuous Bureau | Mumbai
સામાન્ય રીતે રેલવે વિભાગના ટી.સી.સંદર્ભે લોકો નકારાત્મક અભિગમ અપનાવતા હોય છે. લોકોની માન્યતા એવી છે કે ટિકિટ ચેકર નું કામ લોકોને પકડવાનું અને ત્યારબાદ બે નંબરના પૈસા પોતાના ખિસ્સામાં સેરવી લેવાનું હોય છે. પરંતુ મધ્ય રેલવેના એક ટિકિટ ચેકરે આ સંદર્ભે લોકોના વિચારોને પલટી નાખ્યા છે. અભિષેક કુમાર સિંહા નામના ટિકિટ ચેકરે ગત એક વર્ષ એટલે કે 1 એપ્રિલ 2021 થી 23 માર્ચ 2022 દરમિયાન કુલ ૧૩૨૦૦ પ્રવાસીઓને પકડ્યા છે અને તેમની પાસેથી એક કરોડ 30 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મોહમ્મદ ચાંદ નામના ટિકિટ ચેકરે પ્રવાસીઓ પાસેથી એક વર્ષમાં ૧ કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો. હવે કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવાના ક્લબમાં બે ટિકિટ ચેકરો સામેલ થઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રની વિધાનસભામાં ભાજપના ધારાસભ્યનો સનસનીખેજ આરોપ, ગાયક સોનુ નિગમ ને પાલિકા કમિશનરના પરિવારજન ધમકાવે છે. મૂકી છે આ માગણી.