News Continuous Bureau | Mumbai
સેન્ટ્રલ રેલવેની(Central railway) મેઈન લાઈન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ(સીએસએમટી)થી(CSMT) કલ્યાણ(Kalyan), ટીટવાલા-બદલાપુર દરમિયાન 14 મે, 2022થી એસી લોકલની સર્વિસ(AC local service) વધી રહી છે. હવે સેન્ટ્રલ માં એસી લોકલની 44ને બદલે 57 સર્વિસ રહેશે. તો હાર્બર લાઈનમાં(harbour line) એસી લોકલ બંધ કરવામાં આવવાની હોવાથી એસી પાસધારકોને તેના પાસનું રિફંડ(Refund) આપવામાં આવવાનું હોવાનું મિડિયામાં અહેવાલ આવ્યા છે.
એસી લોકલના ભાડામાં(Ticket fare) પાંચ મે, 2022થી 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેથી એસી લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા વધી ગઈ છે. ગરમીમાં લોકોનો ભરપૂર પ્રતિસાદ મળવાને કારણે સેન્ટ્રલની મેઈલ લાઈનમા સર્વિસ વધારવામાં આવવાની છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના પૂર્વ ઉપનગરમાં આ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠો ખંડિત થશે. જાણો વિગતે..
આ દરમિયાન હાર્બર લાઈનમાં એસી લોકલને મળેલા મોળા પ્રતિસાદને પગલે હાર્બર લાઈન પર એસી સર્વિસ બંધ કરીને તેને મેઈન લાઈનમાં વાળવામાં આવી છે. હાર્બર લાઈનમા જેઓએ પહેલાથી એસી પાસ કઢાવ્યા છે, તેમને રિફંડ આપવામાં આવશે એવા મિડિયામાં અહેવાલ આવ્યા છે. એ સાથે જ હવે રેલવેએ રવિવાર તેમ જ બેંક હોલિડેના દિવસે પણ એસી લોકલની 14 સર્વિસ દોડાવવાની તૈયારી કરી છે. 
 
 
			         
			         
                                                        