News Continuous Bureau | Mumbai
મધ્ય રેલવે(Central Railway) દાદર સ્ટેશને(Dadar station) ફૂટઓવર બ્રિજ(Footover Bridge) ગર્ડર લોન્ચ(Girder launch) કરવાના કામ માટે માટુંગા(Matunga) અને ભાયખલા(Byculla) વચ્ચે પાંચ કલાકના રાત્રી ટ્રાફિક બ્લોકનું(Traffic block) સંચાલન કરશે.
આ બ્લોક આવતીકાલે શુક્રવારે રાતે 12.40 વાગ્યાથી સવારે 5.40 વાગ્યા સુધી અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર રહેશે.
આ દરમિયાન અપ અને ડાઉન ફાસ્ટ લાઇનોને માટુંગા અને ભાયખલા સ્ટેશનો(Railway station) વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન ઉપર દોડાવાશે.
આ ઉપરાંત મેલ એકસ્પ્રેસ ટ્રેનોને(Mail express trains) માટુંગા અને ભાયખલા સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન ઉપર દોડાવાશે. તેમ જ દાદર સ્ટેશને બેવાર હોલ્ટ અપાશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ સાંસદે ન્યાય પ્રક્રિયાને ઝડપી- પારદર્શક અને સરળ બનાવવાની કરી માંગણી-કાયદા અને ન્યાય મંત્રીને લખ્યો પત્ર-જાણો વિગત