Site icon News Continuous Bureau | Mumbai

 રવિવારે લોકલ ટ્રેનમાં સફર કરવાના છો- તો વાંચો આ સમાચાર- રેલવેએ સેન્ટ્રલ અને હાર્બર લાઈન પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક

News Continuous Bureau | Mumbai

રવિવારે બહાર પ્રવાસ કરવાનો વિચાર હોય તો તેમની માટે મહત્વના સમાચાર છે. મુંબઈ ઉપનગરીય રેલવે લાઈન પર સમારકામ અને તકનીકી કાર્ય માટે મધ્ય રેલ્વે(Central Railway) અને હાર્બર રેલ્વે(Harbour Railway) પર આવતીકાલે એટલે કે રવિવાર(Sunday) , 19 જૂન, 2022 ના રોજ મેગા બ્લોક લેવામાં આવશે. 

Join Our WhatsApp Channel

થાણે – કલ્યાણ(Thane-Kalyan) 5મા અને 6ઠ્ઠા રૂટ પર સવારે 9.00 થી બપોરે 1.00 વાગ્યા સુધી મેગા બ્લોક(mega Block) રહેશે. 

બ્લોક દરમિયાન નીચેની એક્સપ્રેસ/મેલ ટ્રેનો(express/mail)ને કલ્યાણ અને થાણે સ્ટેશનો વચ્ચે ડાયવર્ટ(divort) કરવામાં આવશે અને ગંતવ્ય સ્થળ પર નિર્ધારિત સમય કરતાં 10-15 મિનિટ મોડી પહોંચશે.

11010 પુણે-મુંબઈ સિંહગઢ એક્સપ્રેસ, 17611 હઝુર સાહિબ નાંદેડ-મુંબઈ રાજ્ય રાણી એક્સપ્રેસ, 12124 પુણે-મુંબઈ ડેક્કન ક્વીન, 13201 પટના-એલટીટી એક્સપ્રેસ, 17221 કાકીનાડા-એલટીટી એક્સપ્રેસ, 22160 ચેન્નાઈ-મુંબઈ એક્સપ્રેસ 1212 એલટીટી એક્સપ્રેસ, 12160 ચેન્નાઈ-મુંબઈ એક્સપ્રેસ – મુંબઈ મેઈલ વાયા પ્રયાગરાજ, 12812 હટિયા-એલટીટી એક્સપ્રેસ અને 11014 કોઈમ્બતુર-એલટીટી એક્સપ્રેસને કલ્યાણ અને થાણે સ્ટેશનો વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને નિર્ધારિત સમય કરતાં 10-15 મિનિટ મોડી પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : પાંચ સદી પછી પાવાગઢ મંદિર પર લહેરાઇ ધજા- PM મોદીએ માતાના શિખર પર ધ્વજારોહણ કર્યું-જુઓ વિડીયો

ડાઉન મેલ/એક્સપ્રેસ ટ્રેનોનું ડાયવર્ઝન

11055 LTT-ગોરખપુર એક્સપ્રેસ અને 11061 LTT-જયનગર એક્સપ્રેસને ડાઉન ફાસ્ટ લાઇન પર કલ્યાણ અને થાણે સ્ટેશનો વચ્ચે ડાયવર્ટ કરવામાં આવશે અને 10-15 મિનિટના વિલંબ સાથે કલ્યાણ પહોંચશે. 16345 LTT-તિરુવનંતપુરમ નેત્રાવતી એક્સપ્રેસ થાણે અને દિવા વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર દોડશે અને નિર્ધારિત સમય કરતા 10-15 મિનિટ મોડી દોડશે.

આ સમાચાર પણ વાંચો : વિરોધની આડમાં લૂંટ શરૂ, બિહારના આ રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી 3 લાખની લૂંટ.. જુઓ ફોટોસ. જાણો વિગતે

તો હાર્બર રૂટ(Harbour rout) પર કુર્લાથી વાશી સવારે 11.10 થી સાંજે 4.10 સુધી મેગા બ્લોક રહેશે. 

આ બ્લોક દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT) મુંબઈથી પનવેલ/બેલાપુર/વાશી જતી ટ્રેનો સવારે 10.34 થી બપોરે 3.36 વાગ્યા સુધી અને વાશી/બેલાપુર/પનવેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT) મુંબઈ તરફ જતી ટ્રેનો સવારે 10.16 થી બપોરે 3.47 વાગ્યા સુધી રદ કરવામાં આવશે.

જોકે બ્લોક સમયગાળા દરમિયાન, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT) મુંબઈ-કુર્લા અને પનવેલ-વાશી વિભાગોમાં વિશેષ લોકલ દોડશે.

ટ્રાન્સ હાર્બર રૂટ પરના મુસાફરોને સવારે 10.00 થી સાંજના 6.00 વાગ્યા સુધી થાણે-વાશી/નેરુલ થઈને મુસાફરી કરવાની છૂટ છે.

Ghatkopar’s Stabbing Attack ઘાટકોપરમાં દૂધ લેવા નીકળેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા ૨૦૨૩ ની અદાવતમાં હત્યાનો પ્રયાસ..
Mumbai Illegal Bangladeshi Nationals મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે ૩૭ બાંગ્લાદેશીઓને દબોચ્યા, દેશનિકાલ કરવા તંત્ર એક્શન મોડમાં
Nahur Footpath Collapse BMC Repair નાહૂરમાં મોડી રાત્રે ફૂટપાથ ધસી પડી ૨ બાઇક ખાડામાં ખાબકતા મોટું નુકસાન, બીએમસીએ સમારકામ શરૂ કર્યું
BEST Bus Mounts Divider Borivali SV Road બોરીવલીમાં બેસ્ટ બસ ડિવાઇડર પર ચડી ગઈ મોટી દુર્ઘટના ટળી, મુસાફરો આબાદ બચ્યા
Exit mobile version