ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
10 ફ્રેબ્રુઆરી 2021
અંધેરી વર્સોવા થી શરૂ કરીને દહીસર અને ત્યારબાદ વસઈ સુધી દરિયાકાંઠે સુંદર એવું મેગ્રોઝ નું જંગલ આવેલું છે. આ જંગલ જમીન પચાવી પાડનાર લોકોના આંખમાં કણાની જેમ ખૂંચે છે. અહીં અવારનવાર આગ લગાડવામાં આવે છે જેથી મેગ્રોઝ નષ્ટ થઈ જાય. ચાલુ વર્ષે કાંદિવલી પશ્ચિમ ના ચારકોપ વિસ્તારમાં આ વર્ષની સૌથી પહેલી આગ લગાડવામાં આવી.

8 તારીખ એટલે કે સોમવારના દિવસે સાંજે છ વાગ્યે આગ લગાડવામાં આવી જે મધ્ય રાત્રે 12:30 વાગ્યા સુધી સળગતી રહી.
આ સંદર્ભે સ્થાનિક એક્ટિવિસ્ટ મિલી શેટ્ટીએ ફાયર બ્રિગેડ તેમજ મુંબઈ પોલીસને ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગત વર્ષે કુલ ૧૧ વખત મેગ્રોઝ ના જંગલમાં આગ લાગી હતી અને દર વખતે પોલીસ આવી હતી. ચાલુ વર્ષે આ પહેલી આગ છે.

આ સંદર્ભે ટેલિફોન ના માધ્યમથી તેમજ ઓનલાઈન ફરિયાદ કરી હતી પરંતુ પોલીસ અને ફાયરબ્રિગેડ તરફથી સમયસર મદદ પહોંચી શકી નહીં. આથી મધ્યરાત્રિ સુધી આગ ચાલુ રહી.

આમ ઉત્તર મુંબઈનું મેગ્રોઝ વન નષ્ટ કરવા માટે તોફાની તત્વો સતત કાર્યરત રહે છે. આ વખતે આગ લાગ્યા બાદ એક વ્યક્તિ કેન લઈ ને બહાર આવતી નજરે પડી હતી. પરંતુ આ વ્યક્તિ કોણ છે અને ક્યાં ગઈ તે સંદર્ભે કોઈ વધુ વિગત સ્થાનિક લોકો મેળવી શક્યા નહીં.

 
			         
			         
                                                        
