કાંદિવલી પશ્ચિમ ખાતે આવેલા ચારકોપ પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારીઓએ દમદાર કામગીરીને અંજામ આપ્યો છે. પોલીસે પોતાનું આગવું પરફોર્મન્સ દાખવીને માત્ર બે કલાકના સમયની અંદર 1 વર્ષ જેટલી બાળકીને અપહરણકર્તાઓ ના પંજા માંથી છોડાવી છે. અંબુજવાડી ખાતે ભૂમિ પાર્ક સોસાયટી ની સામે ફૂટપાથ પર સુનિતા ગુરવ નામની મહિલા પોતાના પતિ અને 1 વર્ષ ની બાળકી સાથે રાત્રે રસ્તા પર સૂઇ રહી હતી.
તે સમયે રાત્રે 03:30 વાગ્યે આંખ ખુલતા સુનિતા જોયું કે તેની નાનકડી દીકરી તેની આસપાસ નથી. ત્યારબાદ સુનિતાએ અને તેના પતિએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી પરંતુ પોતાની દીકરીના સગડ મળ્યા નહીં. આખરે ફરિયાદીઓ સવારે અગિયાર વાગ્યાની આસપાસ ચારકોપ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં તેમણે અપહરણનો ગુનો નોંધાવ્યો. પોલીસ સ્ટેશનમાં પોઉની ઢેમરે નામના અધિકારીએ ઇન્ડિયન પીનલ કોડ ક્રમાંક 875 અને 363 ગુનો નોંધીને તપાસ શરૂ કરી. આ કેસમાં પોલીસે તરત ઉકેલ લાવવા ત્રણ ટીમની રચના કરી. તેમજ આખા વિસ્તારની તપાસ કરતા સીસીટીવી ની પણ તપાસ કરી. આખરે પોલીસને સીસી ટીવીના માધ્યમથી પગેરું મળ્યું અને ગુપ્ત બાતમી તેમજ ઇન્ટેલિજન્સની સહાયતાથી અંધેરી વિસ્તારમાંથી એક વર્ષની બાળકીને આપણ કર્તાઓના ચંગુલમાંથી છોડાવવામાં આવી. આ સાથે ૪ અપહરણકર્તાઓ ની ધરપકડ કરવામાં આવી છે અને હાલ કાનૂની કાર્યવાહી ચાલુ છે. આ કેસને ડિટેક્ટ કરવા માટે અપર પોલીસ આયુક્ત દિલીપ સવંત ના આદેશ અનુસાર ઉપઆયુક્ત પરિમંડલ 11, વિશાલ ઠાકુર ના માર્ગદર્શન હેઠળ સહાયક પોલીસ આયુક્ત દિલીપ યાદવ, વરીષ્ઠ પોલીસ નિરીક્ષક વિઠ્ઠલ શિંદે, પોની લાગી, પોઉની ઢેબરે, અને અન્ય સ્ટાફ કર્મચારીઓ ની એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી.