ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મરાઠા સમાજના આરક્ષણને લઈને ફરી એક વખત મુદ્દો જાગ્યો છે. સાંસદ સંભાજીરાજે છત્રપતિએ મરાઠી સમાજની માગણીઓને માન્ય નહીં રાખી તો પુણેથી મુંબઈ લૉન્ગ માર્ચની ધમકી આપી છે. છેલ્લા સાત-આઠ મહિનાથી રાજ્ય સરકાર પાસે અનેક વખત માગણી કરવામાં આવી છે. છતાં આરક્ષણને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જો મરાઠા સમાજની માગણી માન્ય નહીં રાખી તો ફરી આંદોલન કરવું પડશે એવી ચોખ્ખા શબ્દોમાં તેમણે ચીમકી આપી હતી.
પહેલા જ ઑડિશનમાં રિજેક્ટ થયો હતો રાજ અનડકટ (ટપ્પુ), 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં આવી રીતે થઈ એન્ટ્રી; જાણો તેની ફી વિશે
પત્રકારો સાથે વાતચીત દરમિયાન સાંસદ સંભાજી રાજેએ કહ્યું હતું કે પુણેથી મુંબઈ લૉન્ગ માર્ચની જાહેરાત કરી છે, પરંતુ આ લૉન્ગ માર્ચ થાય એવી અમારી જરા પણ ઇચ્છા નથી. આરક્ષણ સિવાય અન્ય મૂળભૂત સુવિધા છે, એ મુદ્દે પણ અનેક વખત મુખ્ય પ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે. મૂક આંદોલન કર્યાં છે. એથી સરકારે મરાઠા સમાજની માગણી સંદર્ભમાં જલદી નિર્ણય લેવો એવી માગણી પણ તેમણે કરી હતી. ગરીબ મરાઠા સમાજનું નુકસાન થતું હશે તો લૉન્ગ માર્ચ કાઢ્યા સિવાય બીજો કોઈ ઉપાય બચતો નથી.