News Continuous Bureau | Mumbai
મુંબઈમાં ( Mumbai ) શહેરમાં હાલ હાથ થીજવતી ઠંડી પડી રહી છે. ઉષ્ણતામાનનો પારો વધુ નીચે જવાની સાથે શહેરમાં હવાની ગુણવત્તા બગડે છે. મુંબઈમાં તાપમાનમાં મોટો ઘટાડો થવાને લીધે હવાની ગુણવત્તાનો નિર્દેશાંક ફરી 300ની પાર ગયો છે. આ સાથે આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, જેની સાથે મુંબઈના પ્રદૂષણમાં ( polluted ) પણ વધારો થઈ શકે છે. મુંબઈમાં જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં હવાની ગુણવત્તાના નિર્દેશાંકે 300નો આંકડો પાર કર્યો હતો.
ચેમ્બુરમાં ( Chembur ) વધતા વસાહતીકરણ અને કંપનીઓની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને કારણે આ વિસ્તારમાં ધૂળ અને સૂક્ષ્મ કણોનું પ્રમાણ સેન્ટ્રલ અર્થ એન્ડ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટની ઓનલાઈન સિસ્ટમ સફરમાં નોંધાયું છે. ચેમ્બુરમાં ટ્રાફિકની ભીડ અને કંપનીઓની વધતી જતી સંખ્યાને કારણે સાંજે ધૂળના કણોનું પ્રમાણ વધી જાય છે, મંગળવારે ધૂળના કણોનું પ્રમાણ 363 પ્રતિ ઘન મીટર અને ધૂળનું પ્રમાણ 363 પ્રતિ ઘન મીટરે પહોંચ્યું છે.
મુંબઈમાં સાંજના સમયે ટ્રાફિક જામના પગલે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. ચેમ્બુર પછી બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, અંધેરી, મઝગાંવ, કોલાબા અને નવી મુંબઈ આવે છે. ડૉક્ટરોએ આ વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે ચહેરા પર N-95 માસ્ક લગાવવાની અપીલ કરી છે. શિયાળાની ઋતુમાં વાતાવરણમાં ધૂળનું પ્રમાણ વધી જાય છે. આવા કિસ્સામાં, મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો: આ રહ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મુંબઈ ખાતેનો કાર્યક્રમ. તમારો ટ્રાવેલિંગનો ટાઈમ આ પ્રમાણે સેટ કરી નાખો.. નહીં તો ટ્રાફિક જામમાં ફસાશો.
નોંધનિય છે કે હાલમાં જ નાગપુરમાં વિધાનમંડળનું શિયાળુ સત્ર યોજાયું હતું. તેમાં પણ હવાની ખરાબ થતી ગુણવત્તાનો મુદ્દો ઉઠ્યો હતો. મુંબઈમાં હવાની ગુણવત્તા સુધારવા માટે સરકારે ભૂમિકા લીધી છે. આ માટે મુંબઈમાં 14 અલગ અલગ જગ્યાએ હવા તપાસ કેન્દ્રો ઉભા કરાશે, જેમાંથી ત્રણ ટૂંક સમયાં જ શરૂ થવાની શક્યતા છે.