Site icon

અરેરેરે….. ઉત્તર મુંબઈના ‘ છોટા કાશ્મીર’ ની આવી ખસ્તા હાલત જુઓ તસવીરો.

ન્યુઝ કંટીન્યુઝ

મુંબઈ

Join Our WhatsApp Community

ઉત્તર મુંબઈમાં છોટા કાશ્મીર ને એક અલગ નજરથી જોવામાં આવે છે. પહાડની ઊંચાઈ પર આવેલા આ ગાર્ડન ની ઘડામણી અન્ય ગાર્ડન કરતા અલગ છે. અહીં સામાન્ય રીતે પ્રેમીપંખીડાઓ મોટી સંખ્યામાં આવે છે. આ ઉપરાંત આ જગ્યા પરિવાર સાથે ફરવાના માનીતા સ્થળોમાંનું એક છે. લોક ડાઉન પહેલાં સુધી આ ગાર્ડન સુંદર અવસ્થામાં હતું. પરંતુ લોક ડાઉન પછી તેની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ગાર્ડન ની વચ્ચોવચ આવેલું લાકડાનું સ્ટ્રક્ચર હાલ તૂટી પડ્યું છે. આ ઉપરાંત રેલિંગ તૂટી ગઈ છે. જાળવણીના અભાવે ગુલાબ અને અન્ય ફૂલના છોડો ની વચ્ચે ખડ ઉગી ગયું છે. આ સાથે જ ચાલવાના કાચા રસ્તાઓ ઉપર ઘાસ આવી ગયું છે. કાંટાળા વૃક્ષો નો ફેલાવો વધી ગયો છે. આ ગાર્ડન નું સમારકામ ન થયું હોવાને કારણે તેની આગવી ઓળખ નષ્ટ થઇ રહી છે. આ સંદર્ભે અહીંના પર્યટક શુભોજીત એ જણાવ્યું કે મેં આ ગાર્ડનને આટલી ખરાબ અવસ્થાના અગાઉ કદી જોયું નથી. પ્રશાસને વહેલામાં વહેલી તકે કોઈ પગલા લેવા જોઈએ નહીં તો મુંબઈ શહેર નું એક આગવું પર્યટન સ્થળ છીનવાઈ જશે.

 

 

 

 

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version