News Continuous Bureau | Mumbai
Chogada re navratri 2023: નવરાત્રિ ( navratri ) એટલે આદ્યશક્તિ મા જગદંબાનો તહેવાર. આ તહેવાર કોઈ એક પ્રાંત કે એક ભાષા પૂરતો સીમિત નથી. આપણી હિન્દુ સંસ્કૃતિમાં ( Hindu culture ) આ ઉત્સવનું અનોખું સ્થાન છે. ( Mumbai ) મુંબઈ શહેરની નવરાત્રિ દેશ-વિદેશમાં વખણાય છે અને તેનું મુખ્ય કારણ છે આ શહેરનું વૈવિધ્ય. ભારત દેશ અને તેની સંસ્કૃતિનું જતન કરવા ભારતીય જનતા પાર્ટી ( BJP ) દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી સઘન પ્રયાસ થઇ રહ્યાં છે. બીજેપીના આ સંકલ્પને કેન્દ્રમાં રાખીને લોકસેવક અને ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રી મૂરજીભાઇ પટેલે ( Murjibhai Patel ) અંધેરી-પૂર્વના હૉલી ફેમિલી ગ્રાઉન્ડ ખાતે આ વર્ષે ‘છોગાળા રે નવરાત્રિ 2023’નું અભૂતપૂર્વ આયોજન કર્યું છે.
નવરાત્રિના આયોજક ને લોકસેવક મૂરજીભાઈ પટેલે આ સંદર્ભે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘અંધેરી પૂર્વમાં આશરે 350 જેટલા સાર્વજનિક ગરબા, દુર્ગા પૂજા અને અષ્ટમીના હવન વગેરે યોજાય છે. અંધેરી પૂર્વના લોકો ખૂબ જ ધાર્મિક ને પ્રેમાળ છે. વર્ષોથી તેઓ માતાની ભક્તિમાં સમર્પિત રહ્યા છે. મારો વિચાર સ્થાનિક લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને તેમના માટે એક એવી નવરાત્રિનું આયોજન કરવાનો હતો કે જે માત્ર અંધેરીની જ નહીં, પણ ઉત્તર અને મધ્ય મુંબઇની પણ સૌથી મોટી નવરાત્રિ હોય. જોકે, અમારો આ પ્રયત્ન લોકોના સમર્થન વિના કયારેય સફળ થઇ શકત નહીં. પણ અમને સ્થાનિક લોકોમાં સંપૂર્ણ વિશ્વાસ હતો ને તેથી અમે માતાજીમાં શ્રદ્ધા રાખીને આ નવરાત્રિના શ્રી ગણેશ કર્યા. અમારા આ પ્રયાસ ને સ્થાનિક લોકોએ આનંદભર્યો આવકાર આપ્યો છે. આજે ચોથા દિવસે પણ અમારી નવરાત્રિ હાઉસફૂલ રહી છે. વધુ ને વધુ લોકો અહીં આવી રહ્યા છે જેની અમને ખુશી છે. આ પ્રથમ વર્ષ છે જો સ્થાનિક લોકોના આશિર્વાદ રહેશે તો આ રીતે કાર્યક્રમ યોજાતા રહેશે.’

Chogada re navratri 2023 Triveni Sangam of Garba, Culture and Hinduism Andheri

Chogada re navratri 2023 Triveni Sangam of Garba, Culture and Hinduism Andheri
આ સમાચાર પણ વાંચો : Mumbai News : ઝેરી બની મુંબઈની હવા, શું વધતા પ્રદૂષણને કારણે મુંબઈકરોને માસ્ક પહેરવાની ફરજ પડશે? પાલિકાએ કરી આ સ્પષ્ટતા
રામમંદિરની પ્રતિકૃતિ સમાન સ્ટેજ નિર્માણની સંકલ્પના વિશે જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, ભગવાન શ્રીરામ સાથે કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે. રામમંદિર હિન્દુઓના સ્વાભિમાનનું પ્રતીક છે. તેથી લોકો આ પ્રતીકને યાદ રાખે ને તે વિશે ચર્ચા થાય એ હેતુથી અમે રામમંદિરનું મોડેલ બનાવ્યું છે. અમને ખુશી છે કે અમારાં ગાયિકા ગીતાબહેન રામધૂન ગાય છે ને જય જગદંબા સાથે જય શ્રીરામ પણ ‘છોગાળા રે’ નવરાત્રિમાં ગવાય છે.’