CII Budget Summit 2026: મેડિકલ સેક્ટરમાં ક્રાંતિ અને ઉદ્યોગો માટે ‘ફાઉન્ડેશનલ’ પગલાં; નિષ્ણાતોનો સકારાત્મક પ્રતિસાદ

CII Budget Summit 2026: કેન્દ્રીય બજેટ 2026 પર પ્રતિક્રિયા આપતા મેડિકલ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ તેને 'વિકસિત ભારત 2047' માટેનો પાયો ગણાવ્યો છે.

by Akash Rajbhar
CII Budget Summit 2026 Medical Sector Revolution and Foundational Steps for Industry

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય બજેટ 2026 પર પ્રતિક્રિયા આપતા મેડિકલ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ તેને ‘વિકસિત ભારત 2047’ માટેનો પાયો ગણાવ્યો છે. મિડીયા સાથેની વાતચીતમાં ડોક્ટરો અને ઉદ્યોગપતિઓએ બજેટની મહત્વની જોગવાઈઓ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સીઆઈઆઈની બજેટ સમિટમાં અનેક નિષ્ણાંતો મોજૂદ હતા તેમણે બજેટ પર પોતાના વિચારો મિડીયા સમક્ષ રજુ કર્યા હતા

મેડિકલ સેક્ટર: ડૉ. રવિન્દ્ર કરંજકરેનો મત – કેન્સરની દવાઓ સસ્તી થશે અને આયુર્વેદને વૈશ્વિક વેગ મળશે

1. દવાઓ પર રાહત: ડો. કરંજેકરે જણાવ્યું કે લાઈફસ્ટાઈલ ડિસીઝ (જીવનશૈલી સંબંધિત રોગો) જેવી કે કેન્સર અને ડાયાબિટીસની દવાઓ પર કન્સેશન (રાહત) આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જે સામાન્ય લોકો માટે મોટી રાહત છે.
2. મેનપાવર ડેવલપમેન્ટ: હેલ્થકેર ક્ષેત્રે 1.5 લાખથી વધુ મેડિકલ આસિસ્ટન્ટ્સ અને ટેકનિશિયનો તૈયાર કરવા માટે 10,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, 1,000 રિસર્ચ પ્રોજેક્ટ્સ દ્વારા ભારતને હેલ્થકેરની આગામી પેઢીમાં લઈ જવાની તૈયારી છે.

3. આયુર્વેદ અને સંશોધન: આયુષ ભારત અને આયુર્વેદિક દવાઓના એક્સપોર્ટ (નિકાસ), સંશોધન અને સ્ટાન્ડર્ડાઈઝેશન માટે વિશેષ પ્રોવિઝન કરવામાં આવી છે.
4. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રિવેન્શન: ડો. રમાકાંત દેશપાંડેએ જણાવ્યું કે હોસ્પિટલ બાંધકામ પર લાગતા GST ને તર્કસંગત બનાવવાની જરૂર છે. તેમણે હૃદયરોગ અને કેન્સર જેવા રોગોના અટકાવ (Prevention) માટે રેગ્યુલર ચેકઅપ સુવિધાઓ વધારવા પર ભાર મૂક્યો હતો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More