ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
26 ઓક્ટોબર 2020
ગુરુવારની રાતથી નાગપાડાના સિટી સેન્ટરમાં લાગેલી આગ આખરે રવિવારે કાબૂમાં આવી. મુંબઈ ફાયર બ્રિગેડ હોવી આગને સંપૂર્ણ ઠંડી પાડવાની કામગીરી હાથ ધરી છે, મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી) ના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે સિટી સેન્ટરમાં લાગેલી આગ સવારે 5.08 વાગ્યે કાબૂમાં લેવામાં આવી હતી, તે શરૂ થયાના 56 કલાક બાદ આગ શાંત થઈ હતી. આશરે 250 અગ્નિશામક દળ અને 228 ટેન્કરોને આગ બુઝાવવા અને પરિસ્થિતિને કાબૂમાં લાવવા તૈનાત કરવામાં આવ્યા હતાં..
“મોલની અંદરની દુકાનો / એકમોમાં મોબાઇલ ફોનની બેટરી, ચાર્જર્સ અને વાયર સહિતની અનેક જ્વલનશીલ વસ્તુઓ હોવાથી, આગ ફરી-વાર ભડકતી રહી હતી.
અધિકારીએ ઉમેર્યું હતું કે, "અમે આગના વાસ્તવિક કારણોની તપાસ કરી રહ્યા છીએ. આમાં ઓછામાં ઓછો એક અઠવાડિયાનો સમય લાગશે. પ્રીમા ફેસિસમાં જાણવા મળ્યું કે મોલમાં કેમિકલ્સ નો છંટકાવ કરાયેલ હતાં. અમે ફાયર સેફ્ટીનાં પૂરતા સાધનો હતા કે કેમ તેની તપાસ કરીશું." અગ્નિશામકો સતત જોખમમાં હતા. વિસ્ફોટ થવાનું જોખમ વધુ હતું. ડેપ્યુટી ફાયર ઓફિસર સહિત કુલ છ ફાયરમેનને ગૂંગળામણ અને નાની ઇજાઓ થતાં મુંબઇ સેન્ટ્રલની બીવાય નાયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
