ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
મુંબઈ શહેરના ભાયંદર વિસ્તાર માં ૪૦૦૦થી વધારે સ્ટીલના યુનિટ આવેલા છે. અહીં ૪૦થી ૫૦ હજાર મજૂરો કામ કરે છે. આ મજુરો માંથી મોટા ભાગે મજૂરો ઉત્તર પ્રદેશ અને બિહાર થી આવે છે. કેટલાક મજૂરો રાજસ્થાનના પણ હોય છે. જોકે આ વખતે ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણી, મે મહિનામાં લગ્નસરાની મોસમ તેમજ લોકડાઉન અને કોરોના ને કારણે મોટી સંખ્યામાં મજૂરોએ પલાયન શરૂ કર્યું છે. આ પગલાંને કારણે ભાયંદર વિસ્તાર માં આવેલો સ્ટેનલેસ સ્ટીલ વ્યવસાય ચિંતામાં છે. વ્યવસાય સાથે જોડાયેલા અમુક લોકોનું માનવું છે કે પરિસ્થિતિ થાળે પડતા મજૂરો પાછા આવશે. પરંતુ આ વખતે કોરોના નો બીજો ફેસ કેટલો લાંબો ચાલે છે તેની ઉપર સર્વે કોઈની નજર ટકેલી છે. આમ કોરોનાને કારણે મુંબઈનો વધુ એક વ્યવસાય અડચણમાં છે.
