News Continuous Bureau | Mumbai
CM Eknath Shinde NITI Aayog : મરીન ડ્રાઈવ વિસ્તાર દરેકને આકર્ષે છે, એટલે કે મુંબઈમાં પહેલીવાર પગ મૂકનાર કોઈપણ શખ્સ મરીન ડ્રાઈવની એક વાર તો જરુરથી મુલાકાત લે છે. નીતિ આયોગની બેઠકમાં ખુદ સીએમ શિંદેએ ( CM Eknath Shinde ) આ અંગે જાણકારી આપી હતી. શહેરની સુંદરતામાં વધારો કરવા અને મુંબઈકરોને અન્ય એક પ્રવાસન સ્થળ આપવા માટે મરીન ડ્રાઈવની જેમ જ બીજી ચૌપાટી બનાવવામાં આવશે.
રાજ્ય સરકાર મુંબઈમાં બીપીટીની છ એકર જમીનનો યોગ્ય ઉપયોગ કરીને ત્યાં મરીન ડ્રાઈવ ( Marine Drive ) જેવી જ ચૌપાટી બનાવવા આવે એવો રાજ્ય સરકારનો હાલ મત છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને કેન્દ્ર ( Central Government ) પાસેથી મદદ મળવવી જોઈએ, મુખ્યમંત્રીએ કેન્દ્રની નીતિ આયોગની ( NITI Aayog ) બેઠકમાં આ માંગ કરી હતી. સીએમ શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને તેથી તેની સુંદરતામાં વધુ મજબૂત કરવામાં આવશે. હવે મુંબઈવાસીઓના લાભ માટે રેસ કોર્સની જગ્યા પર એક મોટો પાર્ક બનાવવામાં આવશે. સરકારનું માનવું છે કે, આથી મુંબઈ જેવા શહેરમાં પણ પ્રવાસીઓનો ટ્રેન્ડ વધશે.
CM Eknath Shinde NITI Aayog : મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં જૂની અને જર્જરિત ઈમારતો માટે મોટા પાયે પુનઃવિકાસની યોજનાઓ હાલ શરૂ કરવામાં આવી છે….
થાણે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ( Thane Underground Metro ) પ્રોજેક્ટ માટે કેબિનેટની અંતિમ મંજૂરી મેળવવા અને લાખો રહેવાસીઓને રાહત આપવા માટે માળખાકીય વિકાસને ઝડપી બનાવવો જોઈએ. ઉપરાંત, સીએમ શિંદેએ નીતિ આયોગની બેઠકમાં એ પણ માંગ કરી છે કે દહિસર અંધેરીમાં પુનઃવિકાસ પ્રોજેક્ટ્સ માટે ફનલ રડાર ઝોનને સ્થાનાંતરિત કરવામાં આવે.
આ સમાચાર પણ વાંચો : Apple iPhone : ભારતની ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને નિકાસમાં મોટી છલાંગ, દેશમાં આઇફોનનું વૈશ્વિક ઉત્પાદન આટલા ટકા છે.. જાણો વિગતે..
ક્લસ્ટર ડેવલપમેન્ટ દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં જૂની અને જર્જરિત ઈમારતો માટે મોટા પાયે પુનઃવિકાસની યોજનાઓ હાલ શરૂ કરવામાં આવી છે. સીએમ શિંદેએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, આ એશિયાનો સૌથી મોટો બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ છે. સીએમ શિંદેએ નિવેદન આપતા આગળ કહ્યું હતું કે, આ યોજના તેના નાગરિકોના જીવનધોરણને વધારવા માટે ઉપયોગી થશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે મુંબઈમાં ઝૂંપડપટ્ટીઓ અને જર્જરિત ઈમારતોનો પુનઃવિકાસ રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે અને આ સંસ્થાઓ દ્વારા બે લાખથી વધુ મકાનો બાંધવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.