ફરી એકવાર મહારાષ્ટ્ર નું રાજકારણ ગરમાયુ- દશેરાની સભાનું એકનાથ શિંદે ગ્રુપે રિલીઝ કર્યું ટીઝર-જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

શિવસેનામાં(Shiv Sena) ભંગાણ પડ્યા બાદ મહારાષ્ટ્રમાં(Maharashtra) હાલમાં શિંદે જૂથ અને ઠાકરે જૂથના(Shinde group and Thackeray group) દશેરા(Dussehra )મેળાવડાની જોરદાર ચર્ચા થઈ રહી છે. શિવસેનાની પરંપરા રહેલી દશેરાની સભા માટે બંને જૂથોએ જોરદાર તૈયારી ચાલુ કરી દીધી છે. ત્યારે શિંદે ગ્રુપે એક પગલું આગળ જઈને બીકેસીમાં(BKC) થનારી સભાનું રીતસરનું ટીઝર જ જાહેર કરી દીધું છે.

દશેરાના સભા યોજવાની શિવસેનાની વર્ષો જૂની પરંપરા રહી છે. તેથી ઠાકરે જૂથને દાદરમાં(Dadar) શિવાજી પાર્ક(Shivaji Park) પર દશેરા મેળાવડાની મંજૂરી મળી ગયા બાદ તૈયારી ચાલુ કરી દીધી છે. ઠાકરે જૂથ પોતાની જોરદાર તાકાત બતાવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે શિંદે જૂથે પણ તેને જોરદાર જવાબ આપવાની તૈયારી કરી લીધી હોવાનું કહેવાય છે.

બાંદ્રા-કુર્લા-કોમ્પ્લેક્સ (BKC) પર શિંદે ગ્રુપના થનારા દશેરા મેળાવડાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં બાળ ઠાકરેનો અવાજ અને શિવસેનાના દશેરા મેળાવડાનો ઉલ્લેખ છે. આ ટીઝરને મુખ્યમંત્રી એકનાથ શિંદે (Chief Minister Eknath Shinde) પોતાના ટ્વિટર એકાઉન્ટ(Twitter account) પર શેર કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : હેં- ના હોય- મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ અગાઉ બે વખત આ પક્ષ સાથે સરકાર સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો

આ ટીઝરમાં એક નેતા, એક પક્ષ, એક વિચાર, એક લવ્ય, એક નાથ અને બાળ ઠાકરેના અવાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ સાથે બાળ ઠાકરે(Bal Thackeray) અને ધર્મવીર આનંદ દિઘેનો(Dharmaveer Anand Dighe) ફોટો પણ છે. આ ટીઝરમાં બાળ ઠાકરે  અપીલ કરે છે કે શિવરાય(Shivarai), શિવસેના અને હિંદુત્વનો(Hinduism) ભગવો ઝંડો લહેરાતો રહે અને સાથે જ કહે છે કે હિંદુ તોપ ફરી ગોળીબાર કરશે.

ટીઝરની સાથે શિંદે ગ્રુપે દશેરા મેળાવડાનું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં છત્રપતિ શિવાજી મહારાજ, શિવસેના પ્રમુખ બાળ ઠાકરે, ધરમવીર આનંદ દિઘે સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદેનો ફોટો જોઈ શકાય છે. અમે વિચારોના વારસદાર છીએ એવું આ પોસ્ટર પર લખીને શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેનું અપમાન કર્યું હોવાનો દાવો શિવસૈનિકોએ કર્યો છે..

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *