ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 ડિસેમ્બર 2020
ચાલો મુંબઈગરાઓ ને પ્રદુષણથી થોડી રાહત જરૂર મળવા જઈ રહી છે. મુંબઇ શહેરમાં વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે ટાટા મોટર્સ દ્વારા ઉત્પાદિત, 26 પર્યાવરણને અનુકૂળ એસી ઇલેક્ટ્રિક બસો મુંબઈના રસ્તાઓ પર દોડતી જોવા
મળશે.
કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલય (ઝડપી, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન) ની પહેલ હેઠળ ઇલેક્ટ્રિક બસ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ, એફઇએમ દ્વારા 340 બસોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી 26 બસ આજે બેસ્ટના કાફલામાં પ્રવેશી છે.
આ અવસરે મહારાષ્ટ્ર ના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે, ખુશીની વાત છે કે આજથી આ ઇલેક્ટ્રિક બસોએ મુંબઇકરોની સેવામાં શરૂ થઈ છે. ટકાઉ અને આબોહવા પરિવર્તન માટે આવી ઇલેક્ટ્રિક બસો જેવી વધુ બસો અને વાહનોની જરૂર છે અને આ દિશામાં કામ થઈ જ રહ્યું છે.
બસો સુરક્ષા માટે અત્યાધુનિક સીસીટીવી કેમેરાથી લગાવવામાં આવ્યાં છે. તેમજ, બસોમાં ઇલેક્ટ્રિક લિફ્ટની સુવિધા આપવામાં આવી છે જેથી દિવ્યાંગ મુસાફરોને જવા-આવવામાં મુશ્કેલી ન પડે. એકલા પ્રવાસ કરતાં મુસાફરો માટે આ સુવિધા ખૂબ જ અનુકૂળ રહેશે.
