ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
મુંબઈ પોલીસના કમિશનર રવિવારના દિવસે પોતે દહિસર ચેકનાકા પર પહોંચી ગયા હતા અને અનેક વાહનોને લાલ, પીળા તેમજ લીલા સ્ટીકરો આપ્યા હતા. આ ઉપરાંત તેમણે પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી અને પોતાના હાથે અનેક ગાડીઓ પર સ્ટીકર ચોંટાડ્યા હતા. જોકે તેમણે એક વાત સ્પષ્ટ કરી હતી કે આ સ્ટીકરો માત્ર પ્રતીકાત્મક રીતે લોકોને આપવામાં આવ્યા છે. બાકી લોકોએ પોતાની કેટેગરી જાતે નક્કી કરીને સ્ટિકર લગાવવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે રવિવારના દિવસે અનેક લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા તેમજ અને પોલીસવાળાઓને ફોન કરીને સ્ટીકર સંદર્ભે પૂછી રહ્યા હતા. જ્યારે કે સ્થાનિક પોલીસ સ્ટેશને આવા કોઈ સ્ટીકર આપવા પર નનૈયો ભણી દીધો હતો. આથી લોકોમાં ચિંતાનું વાતાવરણ હતું.
પોલીસે સ્ટીકર કઈ સાઈઝના હોવા જોઈએ અને ક્યાં લગાડવા જોઇએ તે સંદર્ભે કોઇ સ્પષ્ટતા કરી નથી. માત્ર એટલું કહ્યું છે કે આ સ્ટીકર આગળના કાચ ઉપર અથવા પાછળ ના કાચ ઉપર લાગેલા હોવા જોઈએ. એટલે આજથી ઘરની બહાર નીકળનારો વાહનોએ પોતાની ગાડી પર જાતે સ્ટીકર લગાડવાના રહેશે.