ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે ૨૦૨૧
ગુરુવાર
કોરોનાના ખતરા વચ્ચે પણ વિલે પાર્લે પોલીસે એક સરાહનીય કામ કરી બતાવ્યું છે. પોલીસે એક ડાકુઓની ગેંગને પકડી અને તેમની પાસેથી રૂપિયા ૭.૭ કરોડ રૂપિયાની મિલકત પાછી મેળવી લીધી છે.
એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક લોકો બાવા ઇન્ટરનેશનલ હોટલ, વિલે પાર્લે ઇસ્ટમાં દરોડો પાડી રૂપિયા ૧૨,૦૦,૦૦,૦૦૦ ની લુંટ ચલાવી હતી. પોલીસ પ્રમાણે આ ગેંગ આંગડિયા લુંટવામાં એક્સપર્ટ છે. તપાસ દરમિયાન પોલીસે આ ગેન્ગના ૧૫ સભ્યોને પકડી પડ્યા હતા. આ લોકોની ધરપકડ મુંબઈ, થાણે અને નવી મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાંથી કરવામાં આવી હતી. ગુનામાં આરોપી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા વાહનો તપાસ, આરોપીના ગુનાની રીત, આરોપી દ્વારા વપરાયેલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને સીસીટીવી ફૂટેજ સહિત રૂ. ૭,૭૦,૭૬,૦૦૦ ની સંપત્તિ કબજે કરી હતી.
પોલીસે કલમ ૩૯૫, ૧૭૦, ૧૨૦ (બી), ૩૪ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉત્તમ કામગીરી કરનાર પોલીસની ટીમમાં અલકા માંડવેના માર્ગદર્શન હેઠળ, પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર કાને, નીતિનકુમાર કાંબલે, કિશોર દોઈજદ, શિવશંકર ભોંસલે, પ્રવીણ ઘાડગે, સચિન પાટીલ, પ્રવીણ ચિપકર, બિપીન ગાયકવાડ, દત્તાત્રય માને, અનિલ તાંબે, યોગેશ મોર, મયુર ઘાડગે, યોગેન્દ્રસિંહ શિંદે, ગીતા ચોપડે હતા.