News Continuous Bureau | Mumbai
બાકી રહેલું ભાડું નહીં ભરનારા ભાડુતના વીજ અને પાણી જોડાણ કાપી નાખનારી હાઉસિંગ સોસાયટી સમિતિ સામે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે આંખ લાલ કરી છે.
હાઉસિંગ સોસાયટીના બાકી રહેલા ભાડાને કારણે વીજળી અને પાણીના જોડાણ કાપીને ત્રાસ આપી શકાય નહીં. આવી સમિતિ સામે કાયદેસરના પગલા લેવાશે એવી ચોખ્ખી ચેતવણી સંજય પાંડેએ આપી છે.
હાઉસિંગ સોસાયટીમાં રહેવાસીઓ મેન્ટેન્સ અથવા અન્ય બાકી રહેલી રકમ નહીં ભરે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. રહેવાસીઓ વીજળીનું જોડાણ કાપી નાખવાથી લઈને પાણીના જોડાણ કાપી નાખવામાં આવતા હોય છે. પોલીસ પાસે આવી અનેક ફરિયાદો આવી છે. તેની ગંભીર દખલ લઈને કમિશરને આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈકરોની આતુરતાનો આવશે અંત.. આગામી મહિનાની આ તારીખે સીએમ ઉદ્ધવ ઠાકરે કરશે મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન; જાણો કેટલું હશે ભાડું
ભાડુતો સામે આવા પગલા લઈને તેમને હેરાન કરનારા સામે ખંડણી માગવાનો અને મંજૂરી વગર ઘરમાં ધુસવાનો ગુનો નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. મુંબઈના તમામ પોલીસ સ્ટેશનને તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ માટે મુંબઈ પોલીસ કાયદેસરની સલાહ લઈ રહી બોમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર બાકી રહેલું ભાડું વસુલ કરવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવાનો અધિકાર રહેવાસી સંસ્થાને આપવામાં આવ્યો નખી, તેથી આવી સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે એવી સ્પષ્ટતા પણ કમિશનરે કરી હતી.