Site icon

મુંબઈ મનપાની વોર્ડ ઓફિસ સહિત આટલા રેલવે સ્ટેશન પર મળશે ક્યુઆર કોર્ડ માટેનો પાસ જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર.

મુંબઈમાં લોકલ ટ્રેનમાં 15 ઓગસ્ટથી કોવિડ 19ની વેક્સિનનો બંને ડોઝ લીધેલા નાગરિકોને પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે વેક્સિનનો બંને ડોઝ લીધેલા વ્યક્તિને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે  ક્યુઆર કોડ લેવાનો આવશ્યક રહેશે. આ  ક્યુઆર કોડ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મેળવી શકાશે. ઓનલાન માટે  ઍપ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઍપમાં રજિસ્ટ્રેશન નહીં કરી શકનારા લોકો ઓફલાઈન પદ્ધતિએ ક્યુઆર કોડ માટે આઈકાર્ડ મેળવી શકશે. આ ઓફલાઈન આઈકાર્ડ  મુંબઈ મહાનગરપાલિકાની ૨૪ વોર્ડ ઑફિસ સહિત ૬૫ રેલવે સ્ટેશન પરથી મેળવી શકાશે. આ આઈકાર્ડને આધારે જ ક્યુઆર કોર્ડ મળ્યા બાદ  રેલવે પાસ મેળવી શકશે એવું  પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું.  આગામી  દિવસમાં ઍપ તૈયાર થઈ જશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.  ઍપ પર એક વખત  ક્યુઆર કોડ મળી જશે ત્યારબાદ  ટિકિટ અથવા પાસ મળી શકશે.

મુંબઈ અનલોક થતા જ જૂન મહિનામાં ફ્લાઇટ મૂવમેન્ટ આટલા ટકા વધી, હવાઈ યાત્રા મુસાફરી યાત્રિકોની સંખ્યામાં પણ થયો નોંધપાત્ર વધારો ; જાણો વિગતે

અહીં  ઉલ્લેખનીય છે કે દરરોજ ૮૦ લાખ પ્રવાસીઓ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે. મુંબઈમાં અત્યાર સુધી ૧૯ લાખ નાગરિકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. તો થાણે, વસઈ-વિરાર, કલ્યાણ-ડોંબિવલી, નવી મુંબઈ, અંબરનાથ, મિરા-ભાયંદરના ૧૩ લાખ  પ્રવાસી છે.  આ તમામ લોકોને  ક્યુઆર કોડ મેળવવા માટે  પાલિકાની વોર્ડ ઓફિસ સહિત ૬૫ રેલવે સ્ટેશન પર આઈકાર્ડ મળી શકશે.

Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Mumbai Airport Drugs Seizure: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: ₹૬૪ કરોડનું ‘હાઈડ્રોપોનિક વીડ’ જપ્ત, વિદેશી નાગરિક સહિત ૪ની ધરપકડ
Exit mobile version