Voters : ગત ચૂંટણી કરતાં, મુંબઈના ભાંડુપ અને ઘાટકોપર પશ્વિમ મતવિસ્તારમાં મતદારોની સંખ્યામાં આવ્યો મોટો ઘટાડો..

Voters : ભાજપના ધારાસભ્ય મિહિર કોટેચાને ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને શિવસેના ઠાકરે જૂથના ભૂતપૂર્વ સાંસદ સંજય દિના પાટીલને મહા વિકાસ આઘાડીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

by Bipin Mewada
Compared to the last election, there was a big drop in the number of voters in Bhandup and Ghatkopar West constituencies in Mumbai.

  News Continuous Bureau | Mumbai 

Voters : મહારાષ્ટ્રમાં હાલ ચૂંટણીનો માહોલ છે. દરેક પાર્ટી તેના પ્રચારમાં હાલ વ્યસ્ત છે તેમજ મતદારોને આકર્ષવવા માટે નવા નવા વચનો આપી રહ્યા છે. જો કે ઉત્તર પૂર્વ લોકસભા મતવિસ્તારમાં ( Lok Sabha Constituency ) મતદારોની સંખ્યામાં છેલ્લા 2019 ની સરખામણીમાં અમુક અંશે વધારો થયો છે. તેમ છતાં ભાંડુપ પશ્ચિમ અને ઘાટકોપર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં મતદારોની સંખ્યામાં ખરેખર ઘટાડો થયો છે. આ બે વિધાનસભા ક્ષેત્રમાં મતદારોની સંખ્યા અનુક્રમે 6980 અને 897 છે, જે 2019ની ચૂંટણીની સરખામણીમાં ઓછી છે. 

ભાજપના ( BJP ) ધારાસભ્ય  મિહિર કોટેચાને ( Mihir Kotecha ) ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને શિવસેના ઠાકરે જૂથના ભૂતપૂર્વ સાંસદ સંજય દિના પાટીલને ( Sanjay Dina Patil ) મહા વિકાસ આઘાડીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તેથી, હવે આ સંસદીય ક્ષેત્રમાં મરાઠી ઉમેદવારો સામે અમરાઠી ઉમેદવારોનો પ્રચાર ચાલુ થઈ ગયો છે. જો કે, 2019ની ચૂંટણીમાં આ લોકસભા ક્ષેત્રમાંથી કુલ મતદારોની સંખ્યા 15 લાખ 88 હજાર 331 હતી, પરંતુ હવે 2024ની ચૂંટણી માટે કુલ મતદારોની સંખ્યા 16 લાખ 2 હજાર 588 જ છે. 

 2019ની ચૂંટણીની સરખામણીમાં ઉત્તર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં મતદારોની સંખ્યામાં વધારો થયો છે.. 

આ ચૂંટણીમાં 2019ની ચૂંટણીની ( Lok Sabha Election ) સરખામણીમાં મુલુંડ વિધાનસભા ક્ષેત્રમાં મતદારોની સંખ્યામાં 8046, વિક્રોલી વિધાનસભા ક્ષેત્રમાં 8046, ઘાટકોપર પૂર્વમાં 6008 અને માનખુર્દ શિવાજીનગર મતવિસ્તારમાં 7,132 મતદારોનો વધારો થયો છે. જ્યારે ભાંડુપ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં મતદારોની સંખ્યા 6980 અને ઘાટકોપર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં 897માં ઘટાડો થયો છે. 

આ સમાચાર પણ વાંચો : Adani Greens RE Park : ખાવડા પ્રોજેક્ટમાં અદાણી ગ્રીન એનર્જી કંપની રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 1.5 ટ્રિલિયન રૂપિયાનું રોકાણ કરશે..

ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભા મતવિસ્તાર 

મતદારોની સંખ્યા 2019: 15,88,331 

મતદારોની સંખ્યા 2024: 16,02,588 

પુરૂષ મતદારોની સંખ્યા 

વર્ષ 2019: 8,64,657 

વર્ષ 2024: 8,60,850 

મહિલા મતદારોની સંખ્યા 

વર્ષ 2019: 7,23,534 

વર્ષ 2024: 7,41,504 (ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભા મતવિસ્તાર)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More