Site icon

હવે મુંબઈ અને થાણેમાં રૅશનકાર્ડ અને વિતરણ સંબંધિત ફરિયાદ થઈ શકશે; જાણો કઈ રીતે નોંધાવી શકો છો ફરિયાદ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

સરકારે હવે રૅશનકાર્ડ અને અનાજ વિતરણ સંબંધિત ફરિયાદોને ગંભીરતાથી લઈ આ અંગે ફરિયાદો માટે હેલ્પલાઇનની વ્યવસ્થા કરી છે. આ મામલે મુંબઈ-થાણે રૅશનકાર્ડ વહેચણી યંત્રણામાં અમુક ફરિયાદો મળતાં આ પગલું લેવાયું છે. મુંબઈ-થાણે રૅશનકાર્ડ વહેચણી યંત્રણા ૧ એપ્રિલ, ૨૦૨૧થી ૩૦ જૂન, ૨૦૨૧ના સમય દરમિયાન સાર્વજનિક ફરિયાદ નિવારણ અંગે કુલ ૨૭૭ ફરિયાદ મળી હતી.

જોકેઆમાંની ૨૩૫ ફરિયાદોનું નિરાકરણ થઈ ગયું છે. સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં પારદર્શકતા લાવવાના હેતુસર સરકારે અલગથી www.mahafood.gov.in અને સાર્વજનિક વિતરણ વ્યવસ્થા ફરિયાદ નિવારણ માટે ટૉલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૨-૪૯૫૦/૧૯૬૭ ઉપરાંત helpline.mhpds@gov.in ઈ-મેઇલ આઇડી પણ જાહેર કર્યું છે.

મહત્વના સમાચાર : જો આ કામ નહીં કરો તો શક્ય છે કે તમારું નામ મુંબઈ મહાનગરપાલિકાની ચુંટણી માટે ની મતદાર સૂચિમાંથી ગાયબ થઈ જાય

ઉલ્લેખનીય છે કે દરેક પરપ્રાંતીય મજૂર લાભાર્થીઓને વન નૅશન, વન રૅશનકાર્ડ યોજના અંતર્ગત કાર્ડ સ્થળાંતર કરવાની પણ સુવિધા આપવામાં આવી છે. આ અંગેની ફરિયાદ માટે હેલ્પલાઇન ક્રમાંક ૧૪૪૪૫ જાહેર કરાયો છે. મુંબઈ-થાણેની ફરિયાદ અથવા જાણકારી માટે ૦૨૨-૨૨૮૫૨૮૪૧ અને ઈ-મેઇલ dycor.ho-mum@gov.in ઉપલબ્ધ કરાવ્યા છે.

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version