News Continuous Bureau | Mumbai
સતત બે વર્ષ સુધી કોરોના અને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના(BMC Elections) ચક્કરમાં મુંબઈમાં પાણીના વેરામાં(water tax) કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો. જોકે હવે આ વખતે BMC વોટર ટેક્સમાં વધારો કરે તેવી શક્યતા છે. તેથી મુંબઈગરાને મળતું પાણી થોડું મોંઘુ થઈ શકે છે.
છેલ્લા બે વર્ષમાં કોવિડ-19 મહામારીને(Covid19 pandemic) કારણે વોટર ટેક્સમાં વધારો કરવામાં આવ્યો નથી. પાલિકાના પાણીપુરવઠા(Water Supply) ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ BMC પાણી આપવા માટેના ખર્ચની સમીક્ષા કરી રહી છે, ત્યારબાદ ચોક્કસ ટકાવારી નક્કી કરવામાં આવશે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે છથી સાત ટકાનો વધારો થવાની શક્યતા છે.
પાણી પુરવઠા ખાતાના અધિકારીના જણાવ્યા અનુસાર, વોટર ટેક્સ પર કામ ચાલી રહ્યું છે. બે-ત્રણ દિવસમાં કોઈ નિષ્કર્ષ પર આવ્યા બાદ નિર્ણય લેવાશે. જોકે આ વખતે ચોક્કસ ટેક્સ વધશે.
અધિકારીના કહેવા મુજબ પાણીની સફાઈના ખર્ચને ધ્યાનમાં રાખવામાં આવે છે. પાણીની પાઈપલાઈન(Water pipeline) નાખવા અને તેના સમારકામના ખર્ચને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. રકમ નક્કી કર્યા પછી તેની દરખાસ્ત તૈયાર કરીને પ્રશાસકને મોકલવામાં આવશે. તેમની મંજુરી મેળવ્યા બાદ નવો કર માળખું અમલમાં મૂકવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગે એવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ટુ વ્હીલર ચાલકો સહિત પીલીયન રાઈડર્સ માટે ગુરુવારથી આ નિયમ આવશે અમલમાં-અન્યથા આ દંડ ભોગવવો પડશે
અહીં ઉલ્લેખનીય છે પાણીના વેરામાં વધારાની સૌથી વધુ અસર મેન્યુફેક્ચરિંગ(Manufacturing) અને કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝને(construction industries) ફટકો પડશે. BMC ઘરેલુ વપરાશ માટે પ્રતિ હજાર લિટર 6 રૂપિયા અને ઉદ્યોગો અને બાંધકામ વ્યવસાય(Construction business) માટે 50 રૂપિયા વસૂલે છે.
પાલિકા વોટર ટેક્સમાં વધારો કરવાની યોજનાનો જો કે કોંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક(Former Congress corporator) અને BMCમાં વિપક્ષના નેતા રવી રાજાએ(Ravi raja) વિરોધ કર્યો હતો અને ટ્વીટ કરીને કહ્યું હતું કે , "BMC વહીવટીતંત્ર(BMC Administration) દ્વારા પાણીના ટેક્સમાં સંભવિત વધારાની વાતો ચાલી રહી છે. અમે @INC મુંબઈ આવું થવા દઈશું નહીં. મુંબઈવાસીઓ પહેલેથી જ ભારે ફુગાવાના કારણે તણાવમાં છે અને તમે તેમના પર પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો પર વધુ ટેક્સનો બોજ ન લાવી શકો. મને પણ આશ્ચર્ય થાય છે કે આવા સૂચનો કોણ આપે છે?
આ સમાચાર પણ વાંચો : સાવધાન મુંબઈગરા- બાઈક પર પાછળ બેઠા છો અને આ નિયમનું પાલન નથી કર્યું તો- શહેરની આટલી ટ્રાફિક ચોકીની નજર રહેશે તમારા પર
