ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
13 જાન્યુઆરી 2021
મુંબઈગરાઓને વધુ એકવાર ટ્રાફીકથી રાહત મળવા જઈ રહ્યો છે. બાંદ્રા વર્સોવા સી લીંક ટ્રાફિકને સરળ કરવામાં મદદ કરશે. આ યોજના 2025 સુધીમાં પૂર્ણ થવાની આશા સેવાય છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દ્વારા આ દરિયાઇ ધોરીમાર્ગને જુહુ કોલીવાડા એક્ઝિટ અને વેસ્ટર્ન એક્સપ્રેસ વે ને વર્સોવાથી જોડવાનો આદેશ આપ્યો છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બાંદ્રા-વર્સોવા સી લિંક અને વર્સોવા-વિરાર સી લિંકની સમીક્ષા કરી. બાંદ્રા-વર્સોવા દરિયાઈ માર્ગ 9.6 કિમી લાંબો છે. આ માર્ગ ટ્રાફિક જામને ટાળશે, બળતણ બચાવશે.
વર્સોવા-વિરાર 42.74 કિ.મી.લાંબા સમુદ્ર માર્ગનો પૂર્વ અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ વર્સોવાથી કસઇ અને વસઈથી વિરાર સુધી બે તબક્કામાં ચાલશે. જે વર્સોવાથી વિરાર સુધી ટ્રાફિકને ઝડપી બનાવશે.
આ સમુદ્ર માર્ગના નિર્માણથી પર્યાવરણને કોઈ નુકશાન ન થાય એનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફિશિંગ બોટને પરિવહનમાં કોઈ સમસ્યા નહીં થાય. ચાર સ્થળોએ માછીમારો અને અન્ય નૌકાઓનું પરિવહન થાય તે માટે જગ્યા રાખવામાં આવી છે. એમ પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતુ.