ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
બોરીવલી અને ગોરાઈને જોડવા માટે બાંધવામાં આવનારા નવા પુલનો ગોરાઈવાસીઓએ વિરોધ કર્યો છે. તેથી આ પુલનું કામ ફરી ખોંરભાઈ જાય એવી શક્યતા નિર્માણ થઈ છે.
બોરીવલી અને ગોરાઈને જોડતા પુલ માટે ઉપયોગમાં લેવામા આવનારી વનક્ષેત્રની માલિકી માટે કોઈ આગળ આવ્યું ન હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે. જોકે ગોરાઈના સ્થાનિક રહેવાસીઓએ તેમના વિરોધ દર્શાવતા વાંધા અને સૂચનોના પત્ર પાલિકાની વોર્ડ ઓફિસમાં મોકલી દીધા છે. તેથી પ્રોજેક્ટ શરૂ થવા પહેલા જ ફરી તેના આડે અડચણો આવી ગઈ છે.
વર્ષોથી મુંબઈ અને ગોરાઈ ગામને સીધો જોડનારો કોઈ રસ્તો નથી. ગ્રામીણ લોકોનો બોટનો ઉપયોગ કરવો પડે છે. તેથી ગોરાઈને શહેર સાથે જોડવા માટે મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી ગોરાઈ અને બોરીવલી વચ્ચે નવો પુલ બાંધવાની છે. તે માટે વનક્ષેત્રમાં રહેલી 4.32 હેકટર જમીન કબજામાં લેવી પડવાની છે. તેથી અસરગ્રસ્ત થનારા આદિવાસીઓ પાસેથી પાલિકાએ વાંધા, વચકા અને સૂચનો મગાવ્યા હતા. જોકે આ પરિસરમાં માલિકી હક માટે એક પણ દાવો 15 દિવસમાં આગળ આવ્યો ન હોવાનું પાલિકાનું કહેવું છે.
જોકે આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં ગોરાઈ કુલવેમના રહેવાસી, ધારાવી બેટ બચાઓ સમિતિ જેવી જુદી જુદી સંસ્થાઓ આગળ આવી છે. તેઓએ લેખિતમાં ફરિયાદ કરી છે. મની, કુલવેમ, ગોરાઈ, ઉત્તન આ તમામ પરિસર એક બેટ એટલે કે ધારાવી બેટ તરીકે ઓળખાય છે.
આ પુલને કારણે માછીમારીના વ્યવસાયને નુકસાન થશે. તેમ જ પુલ બાંધ્યો તો ગોરાઈનું શહેરીકરણ થઈ જશે. તેથી અહીં થતી પારંપારિક ખેતીનો વ્યવસાય પણ જોખમમાં આવશે. રિસોર્ટનો વ્યવસાય પણ જોખમમાં આવશે. ગોરાઈ ગામની સંસ્કૃતિ પણ શહેરીકરણને કારણે નષ્ટ થશે એવો દાવો ગ્રામવાસીઓએ કર્યો છે.