Site icon News Continuous Bureau | Mumbai

ખોટી રીતે ચાર્જ કરનારા ખાનગી ટેક્સી કંપનીને ગ્રાહકે ભણાવ્યો પાઠ. કન્ઝ્યુમર ફોરમે કંપનીને ફટકાર્યો આટલો દંડ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Channel

શુક્રવાર,

ટ્રીપના અંતે ખોટી રીતે વધુ ભાડું વધુ ચાર્જ કરનારી ખાનગી કેબ કંપનીની સામે કાળાચોકીના રહેવાસી ડિસ્ટ્રીક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રીડ્રેસલ કમિશનમાં ગયો હતો, જયા કેબ કંપની અયોગ્ય વ્યવહારમાં સામેલ હોવાનો ચુકાદો આપ્યો હતો અને કંપનીને ફરિયાદીને વળતર તરીકે 10,000 રૂપિયા અને ફરિયાદના ખર્ચ તરીકે  5,000 રૂપિયા ચૂકવવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

વ્યવસાયે વકીલ શ્રેયાંસ મામાનિયાએ ગયા વર્ષે 19 જૂનના રોજ તેના પરિવાર સાથે કાંદિવલીથી કાલાચોકી સુધીની રાઈડ લીધી હતી. ટ્રીપનું બુકિંગ કરતી વખતે, એપ પર 372 રૂપિયા ભાડું બતાવ્યું હતું. જો કે જ્યારે તે કાલાચોકી પર ઉતર્યો ત્યારે ત્યારે કેબ ડ્રાઇવરે તેને ફાઈનલ ભાડું 434 રૂપિયા હોવાનું કહ્યું હતું. 

ભાડામાં 62 રૂપિયાના વધારાને લઈને શ્રેયાંસ અને ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઈ હતી. તેણે કસ્ટમર કેરમાં ફોન કરતા તેને પ્રતિસાદ મળ્યો નહોતો. ડ્રાઇવરની વિનંતીને પગલે શ્રેયાંસે પૂરી રકમ ચૂકવી દીધી હતી. ત્યારબાદ તેણે ફરી કસ્ટમર કેરમા ફોન કર્યો હતો પણ કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો. છેવટે તેણે ગ્રાહક ફોરમનો સંપર્ક કર્યો હતો.

મુંબઈના આ વિસ્તારમાં પેરાગ્લાઈડર્સ, બલૂન ઉડાવવા પર 20 એપ્રિલ સુધી પ્રતિબંધ.. ડેપ્યુટી પોલીસ કમિશનરે જારી કર્યો આદેશ 

પરિવારના સભ્યોએ ફક્ત 62 રૂપિયા માટે કસ્ટમર કેરમાં ફરિયાદ નોંધાવાનો ઈનકાર કર્યો હતો. છતાં શ્રેયાંસે આ ખાનગી ટેક્સી કંપની સામે 17 ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધાવી હતી, અને ફોરમે બે સપ્ટેમ્બરે તેની ફરિયાદ સ્વીકારી હતી. ફોરમે 13 સપ્ટેમ્બરના રોજ આ કેબ્સને નોટિસ જારી કરી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. અંતે, તેણે કેબ્સ કંપનીના પ્રતિનિધિઓની હાજરી વિના 16 ડિસેમ્બરે કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કર્યું.

કાર્યવાહીમાં દરમિયાન ફોરમે ખાનગી ટેક્સી કંપનીના અયોગ્ય વ્યવહારને ધ્યાનમાં રાખીને નોંધ્યું હતું કે તેમની સેવામાં ઉણપ છે. શ્રેયાંસ મમાનિયાએ વળતર તરીકે  ચાર લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફોરમે જોકે તે પ્રમાણની બહાર હોવાનું કહ્યું હતું. પરંતુ વળતર માટે તે લાયક હોવાનું ફોરમે નોંધ્યું હતું અને ખાનગી કંપનીને આદેશના 30 દિવસની અંદર મમાનિયાને વળતર તરીકે 10,000 રૂપિયા અને ફરિયાદના ખર્ચ તરીકે 5,000 રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો હતો. 11 ફેબ્રુઆરીએ ફોરમે આ આદેશ આપ્યો હતો. 

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version