News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની(Maharashtra) રાજધાની મુંબઈમાં કિંગ સર્કલ(King Circle) રેલવે બ્રિજ(Railway Bridge) નીચે એક ટ્રક ફસાઈ જવાની ઘટના બુધવારના મોડી રાતે પ્રકાશમાં આવી છે. દક્ષિણ મુંબઈ(South Mumbai) તરફ જઈ રહેલું આ કન્ટેનર રાતના બ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિ(Traffic jam situation) નિર્માણ થઈ હતી.
#ટ્રકવાળા છે કે સુધરતા નથી #મુંબઈના આ #બ્રિજ હેઠળ ફરી એક વખત #કન્ટેનર ફસાયું જુઓ વિડિયો #Mumbai #kingcircle #heavyvehicle #container #stuck #video #newscontinuous pic.twitter.com/MSLVk2mi7l
— news continuous (@NewsContinuous) September 29, 2022
મુંબઈ ટ્રાફિક પોલીસના(Mumbai Traffic Police) જણાવ્યા મુજબ ભારે વાહનો અને કન્ટેનરોને(Heavy vehicles and containers) કિંગ સર્કલના પુલ નીચેથી જવા પર પ્રતિબંધ છે. છતાં મોડી રાતના સમયે પોલીસ ન હોય તો નજર ચૂકાવીને આ લોકો દક્ષિણ મુંબઈ તરફ જવા માટે કિંગ સર્કલ પુલ નીચેથી નીકળી જતા હોય છે. જોકે બુધવારના મોડી રાતના આવા જ પ્રયાસમાં બ્રિજ નીચે કન્ટેનર ફસાઈ ગયું હતું અને ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેમાં બે લોકો જખમી પણ થયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : પાલઘર જિલ્લાની ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું – લાગી ભીષણ આગ – આટલા મજૂરો જીવતા હોમાયા
કન્ટેનર એકદમ મોટું હતું અને તેથી તેને હટાવવામાં પણ ટ્રાફિક પોલીસે ખાસ્સી જહેમત ઉઠાવી પડી હતી. આ દરમિયાન મોડી રાત હોવાથી સદનસીબે રસ્તા પર વાહનો ઓછા હોવાથી મોટી હોનારત ટળી હતી.
આ પહેલા પણ આ પુલ નીચે કન્ટેનર ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. મે મહિનામાં પણ આ પુલ નીચે એક મોટું કન્ટેનર ફસાઈ ગયું હતું, જેના કારણે વ્યસ્ત રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.