ટ્રકવાળા છે કે સુધરતા નથી- મુંબઈના આ બ્રિજ હેઠળ ફરી એક વખત કન્ટેનર ફસાયું- જુઓ વિડિયો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની(Maharashtra) રાજધાની મુંબઈમાં કિંગ સર્કલ(King Circle) રેલવે બ્રિજ(Railway Bridge) નીચે એક ટ્રક ફસાઈ જવાની ઘટના બુધવારના મોડી રાતે  પ્રકાશમાં આવી છે. દક્ષિણ મુંબઈ(South Mumbai) તરફ જઈ રહેલું આ કન્ટેનર રાતના બ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિ(Traffic jam situation) નિર્માણ થઈ હતી.  

મુંબઈ ટ્રાફિક પોલીસના(Mumbai Traffic Police) જણાવ્યા મુજબ ભારે વાહનો અને કન્ટેનરોને(Heavy vehicles and containers) કિંગ સર્કલના પુલ નીચેથી જવા પર પ્રતિબંધ છે. છતાં મોડી રાતના સમયે પોલીસ ન હોય તો નજર ચૂકાવીને આ લોકો દક્ષિણ મુંબઈ તરફ જવા માટે કિંગ સર્કલ પુલ નીચેથી નીકળી જતા હોય છે. જોકે બુધવારના મોડી રાતના આવા જ પ્રયાસમાં બ્રિજ નીચે કન્ટેનર ફસાઈ ગયું હતું અને ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેમાં બે લોકો જખમી પણ થયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  પાલઘર જિલ્લાની ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું – લાગી ભીષણ આગ – આટલા મજૂરો જીવતા હોમાયા 

કન્ટેનર એકદમ મોટું હતું અને તેથી તેને હટાવવામાં પણ ટ્રાફિક પોલીસે ખાસ્સી જહેમત ઉઠાવી પડી હતી. આ દરમિયાન મોડી રાત હોવાથી સદનસીબે રસ્તા પર વાહનો ઓછા હોવાથી મોટી હોનારત ટળી હતી.

આ પહેલા પણ આ પુલ નીચે કન્ટેનર ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. મે મહિનામાં પણ આ પુલ નીચે એક મોટું કન્ટેનર ફસાઈ ગયું હતું, જેના કારણે વ્યસ્ત રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment