News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈમાં ગત વર્ષે તમામ રસ્તાઓ પર સિમેન્ટ કોંક્રીટકરણનું કામ કરવા માટે મોટા કોન્ટ્રાક્ટરોની નિમણૂક કરવામાં આવી હતી. જેથી રસ્તાઓને ખાડામુક્ત કરવામાં આવે. આ રોડનું સિમેન્ટ કોંક્રીટકરણનું કામ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યું હોવા છતાં આ મોટા કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા કામ હલકી ગુણવત્તાના હોવાનું હાલ જણાઈ રહ્યું છે. બોરીવલી વેસ્ટમાં ( Borivali ) ચીકુવાડીમાં રોડનું કામ માત્ર બે મહિના પહેલા જ કરવામાં આવ્યું હોવા છતાં અહીં કેટલાક ભાગોમાં પ્રથમ હળવા વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો હતો, જ્યારે કેટલાક ભાગોમાં રોડ ધોવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.
ગયા વર્ષે, મુંબઈના તમામ રસ્તાઓના સિમેન્ટ કોંક્રીટીંગ ( Cement concreting ) માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા અને લગભગ 400 કિલોમીટરના રસ્તાઓ માટે કોન્ટ્રાક્ટરોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં આશરે સાડા છ હજાર કરોડના આ કામો માટે કુલ પાંચ કોન્ટ્રાક્ટરોની પસંદગી કરવામાં આવી હતી. જેને શહેર, પૂર્વ ઉપનગરો, પશ્ચિમ ઉપનગરો માટે એક ભાગ અને ત્રણ સર્કલ માટે એક-એક ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. આમાં શહેરના એક કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ પણ કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી સમયસર કામ પૂર્ણ ન કરવા બદલ 64 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
Mumbai: બે મહિના પહેલા બનાવેલ રોડ જર્જરિત કેમ બની ગયો…
જો કે, રાજ્યના મુખ્યમંત્રીએ મુંબઈ મહાપાલિકા કમિશનર સાથે મળીને દાવો કર્યો હતો કે પ્રથમ તબક્કામાં નિમાયેલા કોન્ટ્રાક્ટરો દ્વારા આ કામો બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ અંતર્ગત મહાનગરપાલિકાના ( BMC ) સર્કલ 7માં આર સેન્ટ્રલ, સેન્ટ્રલ નોર્થ અને આર સાઉથ વિભાગ માટે સ્વતંત્ર કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં આર સેન્ટ્રલ વિભાગની ચીકુ વાડીમાં રોડનું કામ બે મહિના પહેલા જ પૂર્ણ થયું હતું અને પહેલા જ વરસાદમાં ( Mumbai Rain ) આ રોડના કેટલાક ભાગોમાં ખાડા ( Potholes ) પડી ગયેલા લોકોને નજરે ચઢ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Anant-Radhika wedding: અનંત અંબાણી પોતે જ આપી રહ્યા છે લગ્નની કંકોત્રી, હવે આ બોલીવુડ અભિનેતાના ઘરે ગયા અને આપ્યું આમંત્રણ.. જુઓ વિડીયો
સોનીપાર્ક સી અને ડી વિંગની સામે અને વિનસ બિલ્ડીંગના પ્રવેશદ્વારની સામે અને ચીકુવાડીમાં શિવસેના શાખાની સામેનો વિસ્તારમાં રોડ ખરાબ થઈ ગયેલો દેખાઈ આવ્યો હતો અને વરસાદમાં ધોવાઈ ગઈ હોવાનું જણાયું હતું. આ ઉપરાંત સોની પાર્ક બિલ્ડીંગની A અને B વિંગના પ્રવેશદ્વારની સામેના કનેક્ટીંગ રોડ પર કોંક્રીટ નીકળી જતા મોટો ખાડો પડી ગયો હતો. આ ખાડો બે સાંધાના જોડાણ વિસ્તારમાં બનેલો હોવાથી ભારે વાહનોના કારણે આ વિસ્તારને નુકસાન થયું હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે. આથી શહેરીજનો પણ ચિંતા અને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે બે મહિના પહેલા બનાવેલ રોડ જર્જરિત કેમ બની ગયો અને આ માર્ગમાં ફરી ખાડા પડી ગયા. તેમજ પ્રથમ હળવા વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો.
આ ઉપરાંત કાંતિ પાર્ક રોડને જોડતો રોડ પણ હાલ નવો બનાવવામાં આવ્યો છે અને સ્પોર્ટસ ગ્રાઉન્ડની સામે આ રોડનું બાંધકામ હલકી ગુણવત્તાનું હોવાનું જણાય રહ્યું છે. આ રસ્તાઓ પર પણ પહેલા વરસાદમાં જ કાંકરીઓ ઉખડવા લાગી હતી. આથી આ રસ્તાઓ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ પ્રથમ વરસાદમાં જ આ રોડ ધોવાઈ જતા રોડ ઉબડખાબડ બની ગયો હતો.