ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ પ્રકરણમાં જે કોર્ડેલિયા ક્રુઝ પરથી પકડાયો હતો, તે ક્રુઝના 66 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. મુંબઈની ગોવા ગયેલી આ ક્રુઝ પાછા ફરતા જ તેમાં રહેલા તમામ પ્રવાસીઓને કોવિડના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો જે પોઝિટિવ હતા, તેમને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા.
મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ આ ક્રુઝમાં 1,827 પ્રવાસી હતા. ચાર જાન્યુઆરીના મુંબઈના ગ્રીન ગેટમાં કોર્ડેલિયા ક્રુઝ પાછી ફરી હતી, ત્યારે તેમાના 60 પ્રવાસી પોઝિટિવ આવ્યા હતા. તેમને તુરંત ભાયખલાના રીચર્ડસન અને ક્રુડાસ જંબો કોવિડ સેન્ટરમાં તથા અન્ય હોટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
બેસ્ટના કર્મચારીઓમાં ફફટાડ, એક બે નહીં પણ આટલા કર્મચારીઓને લાગ્યો કોરોનાનો ચેપ; જાણો વિગત
આ ક્રુઝ પર રહેલા તમામ 1,827 પ્રવાસીઓની કોવિડની ટેસ્ટ કરવામાં આવી છે. તેમના સ્વેબના નમૂના બે મેડિકલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ તમામ પ્રવાસીઓના રિપોર્ટ આજે બપોરના અપેક્ષિત છે. જેમના રિપોર્ટ નેગેટિવ આવશે તેમને પણ ફરજિયાત સાત દિવસ હોમ ક્વોરન્ટાઈન થવાનું રહેશે.