ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 જાન્યુઆરી 2022
ગુરૂવાર
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના દર્દી સંખ્યા સ્થિર થઈ રહી છે. સાથે રિકવર થવાનું પ્રમાણ વધારે હોવાથી મુંબઈમાં કોરોના નિયંત્રણ તરફ છે. એમ પાલિકા વહીવટીતંત્ર દાવો કરી રહી છે. જોકે લોકોએ કાળજી રાખવી જરૂરી છે. કારણ કે કોરોનાનું સંકટ હજી ટળ્યું નથી.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6,032 નવા કોરોના કેસ નોંધાયા છે અને 12 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 1,017,999 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,488 થઈ ગયો છે. આ દરમિયાન 18,241 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે 9,66,985 પર પહોંચી ગઈ છે અને રિકવર થવાનું પ્રમાણ વધીને 95 ટકા થયું છે.
શહેરમાં આજ દિન કોરોનાના 31,856 સક્રિય દર્દી છે. જેઓ વિવિધ હોસ્પિટલો તેમ જ જમ્બો કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 66 દિવસ થયો છે.
મુંબઈમાં બુધવારે 60,291 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6,032 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 538 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. 38 હજાર 109 બેડમાંથી માત્ર 5,058 બેડનો ઉપયોગ થયો છે. શહેરમાં 54 બિલ્ડીંગને સીલ કરાઈ છે. ત્યાં પાંચ અને પાંચ કરતાં વધુ કોરોનાના દર્દી છે.