કોરોના ના નવા આંકડા સામે આવ્યા.  શહેરમાં કોરોના બાધિત દર ચોથી વ્યક્તિ બોરીવલી, કાંદીવલી અને મલાડ ની છે. જાણો ચોંકવનારી વિગત…

by Dr. Mayur Parikh
Mumbai's Kama Hospital awarded the cleanest hospital in the city

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

12 ફેબ્રુઆરી 2021

એક તરફ જ્યાં સમગ્ર દેશમાં અને મુંબઈ શહેરમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે ત્યાં જ બીજી તરફ ઉત્તર મુંબઈના આંકડા ખરાબ છે. જે ઝડપથી મુંબઈ શહેરના અન્ય ભાગમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે તે ઝડપથી ઉત્તર મુંબઈમાં આ રોગ કાબૂમાં નથી. 

મહાનગર પાલીકા ના10 ફેબ્રુઆરી ના રોજ પ્રસારીત થયેલા આંકડા મુજબ. 

 

મુજબ મુંબઈ શહેરમાં 5292 કોરોના એક્ટિવ કેસે છે. આમાંથી 1,382 કેસ માત્ર ગોરેગામ, મલાડ, કાંદિવલી, બોરીવલી અને દહિસરના છે. આમ મુંબઈ શહેરમાં કોરોનાથી બાધીત એવી દર ચોથી વ્યક્તિ ઉત્તર મુંબઈની છે. મુંબઈ શહેરમાં એક્ટિવ કેસ માં બોરીવલી સર્વોચ્ચ ક્રમાંકે છે. બોરીવલીમાં 386 એક્ટિવ કેસ છે. આ સૂચિમાં બીજા ક્રમાંક પર આખા મુંબઈમાં કાંદીવલી નો નંબર આવે છે. કાંદિવલીમાં 327 પોઝિટિવ કેસ છે. મુંબઈની સૂચિમાં સતત ચોથુ સ્થાન મલાડ નું છે જ્યાં 325 પોઝિટિવ કેસ છે. જ્યારે કે ગોરેગામમાં 246 પોઝિટિવ કેસ છે.ઉત્તર મુંબઈમાં દહીસર એકમાત્ર એવો વોર્ડ છે જે કોરોના ના પંજા માંથી બચી શક્યો છે. અહીં માત્ર 128 પોઝિટિવ કેસ છે.

 

બીજી તરફ ઇમારતોમાં ઘૂસી ગયેલો કોરોના હજી બહાર નીકળવાનું નામ નથી લઈ રહ્યોં. 

 

બોરીવલી માં 182 ઇમારતો હજી પણ સીલ અવસ્થામાં છે. મુંબઈ શહેરમાં આ બીજા ક્રમનું સૌથી ખરાબ પ્રદર્શન છે. આ જ રીતે કાંદિવલીમાં 139 ઇમારતો સીલ છે. જે આખા મુંબઈની તાલિકામાં ચોથા ક્રમ ઉપર આવે છે. 

 

આમ ઉત્તર મુંબઈ નો રેકોર્ડ તુલનાત્મક રીતે ખરાબ છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More