મુંબઈમાં કોરોના પોઝિટીવીટી દર ઘટીને સૌથી નીચા સ્તરે પહોંચી ગયો.. જાણો BMC કમિશનરે ‘ન્યૂઝ કન્ટીન્યુઝ’ ને આપી ખાસ માહિતી..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

05 ડિસેમ્બર 2020

મુંબઈકરો માટે કોવિડ 19 ને લઈને એક સારા સમાચાર આવ્યાં છે.. "ન્યુઝ કન્ટીન્યુઝ" સાથે ની ખાસ વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે, મુંબઈમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઘટીને 5 ટકા થઈ ગયી છે. જે પાછલાં તમામ કેસો કરતાં ઓછા છે.

આ તહેવારની સિઝનમાં શહેરમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ (ટી.પી.આર.) સૌથી નીચલા સ્તરે આવી ગયો છે. દૈનિક નવા કેસોની સરેરાશ સંખ્યા પણ નવેમ્બરની સરખામણીએ અડધી થઈ ગઈ છે. મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, પરંતુ વૃદ્ધ લોકોના મોતનું પ્રમાણ યથાવત છે. એમ ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું.  દિવાળી વેકેશન પછી નવા કેસોમાં વધારો થયો હતો. તે ગ્રાફ પણ સુધરી રહ્યો છે. કુલ 16394 લોકોની RTPCR અને એન્ટીજેન્ટ ટેસ્ટ કરવામાં આવી હતી જેમાંથી 15546 કેસ નેગેટિવ આવ્યા હતા જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા માત્ર 825 જોવા મળી છે.

બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ પરીક્ષણો વધારવા માટેના વધુ વિકલ્પો રજૂ કર્યા છે. મનપા કમિશ્નર ઇકબાલ સિંહ ચહલએ "ન્યૂઝ કન્ટીન્યૂઝ" ને ખાસ જણાવ્યું હતું કે COVID-19 રોગચાળો હજી સમાપ્ત થયો નથી અને જોખમ ઘટાડવા માટે લોકોએ સામાજિક અંતર જાળવવું જોઈએ અને માસ્ક પહેરવા જોઈએ..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More