Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈનાં બગીચા અને મેદાનોને લઈને નગરસેવકો થયા રઘવાયા; જાણો કેમ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મુંબઈનાં બગીચા તથા મેદાનોની જાળવણી માટે રાખવામાં આવેલા કૉન્ટ્રૅક્ટરોની મુદત ચાર મહિના પહેલાં જ પૂરી થઈ છે. છતાં હજી સુધી કોઈ નવા કૉન્ટ્રૅક્ટર નિમાયા નથી. મુંબઈ મહાનગરપાલિકાએ એ માટે બહાર પાડેલા ટેન્ડરમાં કૉન્ટ્રૅક્ટરોએ અંદાજે 40 ટકા ઓછા દરે ટેન્ડર ભર્યાં છે. એથી પાલિકા પ્રશાસન ફરીથી ટેન્ડર બહાર પાડવાનો વિચાર કરી રહી છે. જોકે નગરસેવકોને મેદાન અને બગીચા કરતાં તેમની પોતાની ચિંતા વધારે થઈ રહી છે. આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે, ત્યારે બગીચા તથા મેદાનોની જાળવણી અને તેના સંભાળ રાખવાના કામમાં પ્રશાસન તરફથી બેદરકારી દાખવવામાં આવી રહી છે. એથી નગરસેવકોએ નાગરિકોના રોષના ભોગ બનવું પડી રહ્યું છે. ચૂંટણીના સમયમાં પોતાની વોટબૅન્કની નારાજગી નગરસેવકોને ડરાવી રહી છે. એથી રઘવાયા બનેલા નગરસેવકો બગીચા-મેદાનની સંભાળ માટે તાત્કાલિક ધોરણે કૉન્ટ્રૅક્ટર નીમવાની માગણી પ્રશાસનને કરી રહ્યા છે.

શાબ્બાશ! માત્ર ચાર મહિનામાં જ મુંબઈ મહાનગરપાલિકાએ વસૂલ્યો આટલા કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ; જાણો વિગત

Mumbai Metro Navratri Services Extended ગરબા રસિકો માટે સૌથી મોટા ખુશખબર! મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા પછી પણ મળશે મેટ્રો મુંબઈમાં રાત્રે ૧૨૩૦ સુધી ચાલશે ટ્રેનો
Mumbai Local Train Mega Block રવિવારે ઘરની બહાર નીકળતાં પહેલાં ચેક કરી લો ટાઈમટેબલ! હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઈન પર મેગા બ્લોક જાણો કયા રૂટ બંધ રહેશે
Mumbai Metro Line 4 Driverless Train મુંબઈ મેટ્રો લાઇન ૪ અને ૪A પર દોડશે પહેલી ડ્રાઇવરલેસ ટ્રેન એલ્સ્ટોમે બતાવી પહેલી ઝલક, જાણો રૂટ અને આધુનિક ફીચર્સ
BMC Clears Hill Road Footpath પશ્ચિમ બાંદ્રાના વ્યસ્ત હિલ રોડ માર્કેટમાં પાલિકાનું બુલડોઝર ફર્યું; ફૂટપાથ રોકીને ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
Exit mobile version