ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ ભાજપ અને શિવસેના ફરી એક વખત સામ-સામે થઈ ગયા છે. આ વખતે જોકે કોસ્ટલ રોડના કામમાં થયેલા ખર્ચાને લઈને ભાજપે શિવસેનાને પિંજરામા ઊભો કરી દીધો છે.
કેગના અહેવાલને ટાંકીને ભાજપના નેતા વિધાનસભ્ય આશિષ શેલારે પાલિકાના કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં મોટા નાણાકીય કૌભાંડ થયું હોવાનો આરોપ કર્યો છે. તેમણે પાલિકા પ્રશાસન, સત્તાધારી પાર્ટી શિવસેના અને રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે પર આકરા શબ્દોમાં પ્રહારો કર્યા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને શિવસેનાનો 'ડ્રીમ પ્રોજેક્ટ' માનવામાં આવે છે.
આશિષ શેલારે આજે પત્રકાર પરિષદમાં પાલિકાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર સવાલ ઉભા કર્યા હતા. પ્રોજેક્ટ કન્સલ્ટન્ટોને ગેરકાયદેસર રીતે આર્થિક મદદ કરવામાં આવી રહી છે. મુંબઈગરાના પસીનાની કમાણી જે તેઓ ટેક્સ મારફત મ્યુનિસિપલ કોર્પોરેશનને આપે છે, તે પૈસાથી કોન્ટ્ર્કેટરોના ખિસ્સા ભરવાનું કામ ચાલી રહ્યું છે. તેમને ખોટા બિલના પૈસા ચૂકવવામાં આવી રહ્યા છે.
મુંબઈ માથે કોરોનાનું સંકટ, વાયરસના સક્ર્મણને વધુ ફેલાતા રોકવા માટે BMCએ લીધું આ પગલું. જાણો વિગત
પત્રકાર પરિષદમાં આશિષ શેલારે કહ્યું હતું કે CAG એ એપ્રિલ 1, 2016 અને 2020 વચ્ચે કોસ્ટલ રોડના થયેલા કામને લઈને પાલિકાને ઠપકો આપ્યો. કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર પેસી ગયો છે.
કોસ્ટલ રોડ પ્રોજેક્ટ 90 હેક્ટર ખુલ્લી જગ્યામાં બની રહ્યો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગે એવી ખાતરી માંગી હતી કે ખાલી જગ્યામાં કોઈ રહેણાંક કે કોમર્શિયલ બાંધકામ નહીં થાય. તેને 28 મહિના વીતી ગયા, છતાં પાલિકાએ હજુ તે માટે બાંહેધરી આપી નથી. પાલિકાનો તે પાછળ કોઈ છુપો એજન્ડા છે કે એવો સવાલ પણ આશિષ શેલારે કર્યો હતો.