ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનો કૌભાંડ બહાર લાવનારા ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ફરી એક વખત ઠાકરે સરકાર પર કૌભાંડનો આરોપ કર્યો છે. કિરીટ સોમૈયાએ મુંબઈના ત્રણ જંબો કોવિડ સેન્ટરમાં ઠાકરે સરકારે 100 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ કર્યો છે.
પુણે ખાતે બોલતા સમયે કિરીટ સોમૈયાએ ઠાકરે સરકાર પર એવો આરોપ મુક્યો હતો કે મુંબઈના ત્રણ જંબો કોવિડ સેન્ટરમાં 100 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. આગામી 10 દિવસમાં આ કૌભાંડ પર તેઓ પ્રકાશ નાખશે. કોવિડ કેર સેન્ટર બનાવવા માટે અમુક નક્કી કરેલી કંપનીઓને કામ આપવા માટે ઠાકરે સરકાર દબાણ લાવી હોવાનો દાવો પણ ભાજપના નેતાએ કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે કિરીટ સોમૈયા અત્યાર સુધી ઠાકરે સરકારના અનેક પ્રધાનોના કૌભાંડ બહાર લાવી ચૂકયા છે, જેને કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટેટ તેમની તપાસ કરી રહી છે, જેમાં પ્રતાપ સરનાઈક, અનિલ પરબ, હસન મુશ્રીફ સહિત અને નેતાઓના નામનો સમાવેશ થાય છે.
મુંબઈમાં જુદા જુદા કામને આડે આવી રહેલા આટલા વૃક્ષોની થશે કતલ; જાણો વિગત