ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન 2021
મંગળવાર
અનેક જીવ દયા પ્રેમી લોકો પોતાની બારીમાં પક્ષીને ચણ નાખે છે. જોકે એવા અનેક લોકો છે જેમને આ વસ્તુ પસંદ નથી. આ ઉપરાંત અનેક લોકોને પક્ષી થી ફેલાતા બેક્ટેરિયા ની એલર્જી છે. આ એલર્જીને કારણે અનેક નવવિવાહિત મહિલાઓના મિસકેરેજ થયા છે. તેમજ અનેક લોકોને ફેફસાની બીમારી થાય છે.
બીજી તરફ પક્ષીને ચણ નાખવું એ જીવ દયા નું કામ છે. આ પ્રકારની પ્રવૃત્તિ થી પર્યાવરણ અને મનુષ્ય વચ્ચે સંતુલન રહે છે.
જો કે આ સંદર્ભે હવે બોમ્બે સિવિલ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. મામલાની વિગત એવી છે કે બે પાડોશીઓ વચ્ચે વર્ષ ૨૦૦૯માં પક્ષી ને ચણ નાખવા બાબતે તકરાર થઇ હતી. ત્યારબાદ આ મામલે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે સોસાયટી એ પણ વાટાઘાટોથી મામલો હલ નહી થતા કોમન પ્લોટ પર પક્ષી ને ચણ નાખવાની પેશકશ કરી હતી. પરંતુ આ સંદર્ભે જીવ દયા નું કામ કરી રહેલા પરિવારવાળા સહમત થયા નહોતા.
હવે આ કેસની સુનાવણી પતી ગઈ છે. પોતાના ચુકાદામાં એડિશનલ સેશન્સ કોર્ટ ના જજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પક્ષી ને દાણા ખવડાવવા એ એક ધાર્મિક કામ છે પરંતુ જો કોઈ વ્યક્તિને આનાથી ત્રાસ થતો હોય તો આવી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ.
સેશન્સ કોર્ટનો આ ચુકાદો સીમાચિન્હ રૂપે છે. આ ચુકાદાથી એક વાત સ્પષ્ટ થાય છે કે આજ પછી બાલ્કનીમાં ચણ નહી નાખી શકાય. જોકે આ તબક્કે એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે જ્યાં આ સંદર્ભે આક્ષેપ નથી લેવામાં આવતો ત્યાં સુધી આવા જીવ દયા ના કામ ચાલતા રહેશે. પરંતુ આક્ષેપ લીધા બાદ આ પ્રવૃત્તિ આગળ નહીં વધી શકે.