ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે 2021
બુધવાર
આજે લગભગ તમામ અખબારોમાં દાદર વિસ્તારમાં ડ્રાઇવ ઇન વેક્સિન સેન્ટરના ફોટોગ્રાફ છવાયેલા છે. બહુ સરસ!!! આવા ફોટોગ્રાફ છાપાવડાવીને મુંબઈ મહાનગરપાલિકા એવું સાબિત કરવા માંગે છે કે અમે અમેરિકાને ટક્કર આપીએ છીએ. પણ જરા મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ મુંબઈવાસીઓને એવું જણાવશે કે વેક્સિન ક્યાં છે?
મુંબઈ શહેરની વસ્તી છે ૧ કરોડ ૨૧ લાખ ની તેમાંથી ગાડીમાં બેઠેલા ૨૦૦ લોકોને વેક્સિન આપી. એનાથી શું સાબિત થાય છે? મુંબઈ શહેરમાં રોજ સાંજ પડે એટલે 'કૌન બનેગા કરોડપતિ' ની જેમ 'fast finger first' ની પ્રતિયોગિતા શરૂ થઈ જાય છે. દરેક માણસ એવું વિચારે છે કે બટન દબાવીને તેને વેક્સિન મળી જશે. પરંતુ અનેક દિવસો સુધી કોશિશ કર્યા પછી પણ લોકોને વેક્સિન માટે એપોઇન્ટમેન્ટ મળી નથી.
આવી હંબક અને ઘટીયા વ્યવસ્થા વચ્ચે આવા પ્રકારના ફોટોગ્રાફ પડાવવાનો શું લાભ?
મુંબઈ મહાનગરપાલિકાના પબ્લિસિટી વિભાગ એવું સાબિત કરવા માંગે છે કે અમે બને તેટલું કરવા તૈયાર છીએ?
પોલિયો ના ડોઝ લોકોના ઘરે જઈને આપી શકાતા હોય. કોરોનાની વેક્સિન કેમ નહીં? આજની તારીખમાં અનેક લોકો ગેરકાયદેસર રીતે રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વેક્સિન મેળવી આવે છે. આ કઈ રીતે થાય છે? શું આ ગોટાળો નથી?
જોકે મહાનગરપાલિકા આવા લફડા ઓ છુપાવવા માટે ફોટોગ્રાફ પડાવી ને વાહવાહી મેળવવા માગે છે.