Site icon

ટેન્શન વધ્યું! કોવિડ મુક્ત થયેલા મુંબઈના આ વિસ્તારમાં ફરી નોંધાયો કોરોનાનો કેસ.. જાણો વિગતે

India reports 699 new Covid-19 cases, 2 deaths

વધતા જતા ખતરા વચ્ચે રાહતના સમાચાર.. આજે દેશમાં કોરોનાના આટલા નવા કેસ આવ્યા સામે, જાણો તાજા આંકડા..

News Continuous Bureau | Mumbai.

મુંબઈમાં લગભગ કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. જોકે મુંબઈનો જે વિસ્તાર સૌથી પહેલા કોરોના મુક્ત થઈ ગયો હતો,  તેમાં ફરી કોરોનાનો કેસ નોંધાતા પાલિકાની ચિંતામાં વધારો થયો છે. મુંબઈના બી વોર્ડનો સેન્ડહર્સ્ટ રોડ વિસ્તાર કોવિડ મુક્ત થઈ ગયો હતો. જોકે તેમાં નવો કેસ નોંધાતા સ્થાનિક પ્રશાસન દોડતું થઈ ગયું છે.

Join Our WhatsApp Community

એમ તો મુંબઈ સહિત દેશમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. તેથી કેન્દ્ર સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું ફરજિયાત રાખીને અન્ય પ્રતિબંધો 31 માર્ચથી હટાવાની જાહેરાત કરી છે. તેથી નાગરિકોએ રાહત અનુભવી છે. આ દરમિયાન મુંબઈમાં પણ 24 વોર્ડમાં કોરોના નિયંત્રણમાં છે. જોકે બી વોર્ડ કોરોના મુક્ત થયા બાદ તેમાં ફરી એક કેસ નોંધાયો છે. અહીં ગયા અઠવાડિયા સુધી એક્ટિવ કેસ પણ શૂન્ય હતા. જોકે સ્થાનિક પ્રશાસને ફરી એક્શન મોડમાં આવી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : પથ્થબાજોના નિશાના પર હવે એસી લોકલ, પ્રવાસીઓનો જીવ જોખમમાં, એક પથ્થરથી રેલવેને પડે છે 10,000રૂ.નો ફટકો.. જાણો વિગતે

મુંબઈના અન્ય વિસ્તારમાં બોરીવલીમાં એક, મરીન ડ્રાઈવમાં બે, દહિસરમાં પાંચ, મુલુંડમાં છ, માટુંગામાં સાત તો દાદરમાં  માત્ર આઠ એક્ટિવ કેસ છે. તો પૂરા 24 વોર્ડમાં હાલ 275 એક્ટિવ કેસ છે. પૂરા મુંબઈમાં કોરોના ફેલાવાનું સૌથી વધુ જોખમ હતું તે દાદર, માહીમ અને ધારાવી વિસ્તાર ધરાવતા જી-નોર્થ વોર્ડમા પણ હાલ ફક્ત આઠ એક્ટિવ કેસ છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version