ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
સોમવાર.
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. તેથી બહુ જલ્દી મુંબઈના કોવિડ સેન્ટર બંધ કરવામાં આવવાના છે. મુંબઈમાં હાલ કોવિડ પોઝિટિવિટ રેટ ૦.૮૮ ટકા છે. રોજના માંડ માંડ ૨૦૦ ની આસપાસ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે. તેથી મોટાભાગના જંબો કોવિડ સેન્ટર ખાલી પડી રહ્યા છે. તેથી અઠવાડિયાભરમાં દર્દીની સંખ્યાનો અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ જંબો સેન્ટર બંધ કરવાનો પાલિકા નિર્ણય લેવાની છે. મુંબઈમાં માર્ચ ૨૦૨૦માં કોવિડનો પહેલો દર્દી નોંધાયા બાદ કોવિડના નિયંત્રણ બહાર ગયો હતો. હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઈ હતી. તેથી તે સમયે જંબો કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. પહેલી અને બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરમાં કોવિડના દર્દીની સંખ્યા નિયંત્રણ બહાર જવાની ચેતવણી નિષ્ણાતોએ આપી હતી. તેથી પાલિકાએ મલાડ, કાંજુરમાર્ગ, સાયનમાં બે-બે હજાર પલંગની સગવડ સાથે જંબો સેન્ટર ચાલુ કર્યા હતા. ડિસેમ્બર ૨૦૨૧થી મુંબઈમાં દસ જંબો કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા હતા.જોકે મુંબઈમાં વૅક્સિનેશન ઝુંબેશ પૂરી થવાની તૈયારીમાં છે, તેથી ત્રીજી લહેરની બહુ અસર જણાઈ નહોતી. જાન્યુઆરી દર્દીની સંખ્યા રોજની ૨૦,૦૦૦ પર પહોંચી ગઈ હતી. તેથી પાલિકાએ ૩૮,૦૦૦ પલંગની વ્યવસ્થા કરી હતી, જોકે 9૦ ટકા દર્દીઓમાં કોરોનાના કોઈ પણ લક્ષણો ન હોવાથી હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર વર્તાઈ નહોતી. મહિનાની અંદર ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ હતી. દર્દીની સંખ્યા ઓછી હોવાથી એક જ સેન્ટરમાં દર્દી દાખલ કરવામાં આવી રહ્યા છે. તેથી અઠવાડિયાભરમાં દર્દીની સંખ્યાનો અહેવાલ લઈને જંબો સેન્ટર બંધ કરવાનો પાલિકાએ નિર્ણય લીધો છે.હાલ ગોરેગામમાં નેસ્કો, બાંદરા-કુર્લા કૉમ્પલેક્સ, મુલુંડ અને કાંજૂરમાર્ગ સેન્ટરમાં એક અથવા બે વોર્ડ જ હાલ સક્રિય છે. નવ જંબો સેન્ટરના ૧૬,૪૭૩ પલંગમાંથી એક ટકા કરતા ઓછા પલંગ પર દર્દી સારવાર લઈ રહ્યા છે. દહિસર અને મલાડ જંબો સેન્ટરમાં દર્દીની સંખ્યા અત્યંત ઓછી હોવાથી ત્યાં આવેલા દર્દીને ગોરેગામના નેસ્કોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.
મુંબઈ એરપોર્ટ પરથી આટલી કિંમતનું ડ્રગ્સ જપ્તઃ ઝિમ્બાબ્વેથી મહિલા પ્રવાસી આવી હતી; જાણો વિગત