Site icon

મુંબઈના આ જમ્બો કોવિડ સેન્ટર બંધ, અન્ય જમ્બો સેન્ટર માટે BMCએ લીધો આ નિર્ણય… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

કોરોનાની ચોથી લહેર(Coronavirus forth wave)ની શક્યતા હજુ નકારી શકાતી નથી. તેથી BMCએ મુંબઈ(Mumbai)ના સાત જમ્બો કોવિડ સેન્ટર(Jumbo covid centre)ને સ્ટેન્ડબાય મોડ પર રાખવાનો નિર્ણય કર્યો છે. તો ગોરેગાંવનું નેસ્કોGoregoan nesco), કાંજુરમાર્ગ(Kanjur marg) અને દહિસર ચેક નાકા(Dahisar checknaka) પરના કોવિડ સેન્ટર બંધ કરાશે. 

Join Our WhatsApp Community

આ દરમિયાન કોવિડ-19 મહામારી સામે લડવા માટે વપરાતી જમ્બો સેન્ટરોમાંની દવાઓ અને અન્ય તમામ સાધનોનો ઉપયોગ BMCની 16 અપગ્રેડેડ હોસ્પિટલોમાં કરવામાં આવશે. એવું પાલિકાના એડિશનલ કમિશનર સંજીવ કુમારે(Sanjeev Kumar, Additional Commissioner of  BMC) કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : આનંદો! બદલાઈ ગઈ ATMમાંથી કેશ ઉપાડવાની રીત, ગ્રાહકોને ફાયદો કરાવવા RBI એ લાગૂ કર્યો નવો નિયમ

માર્ચ 2022માં જ્યારે કોવિડ 19 જયારે તેના પીક ટાઈમ પર હતી, ત્યારે મુંબઈની હોસ્પિટલો(Mumbai's Hospital)માં બેડની અછતનો સામનો કરવો પડ્યો હતો. તેથી રાજ્ય સરકાર, મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) અને BMCએ મળીને મુંબઈમાં જમ્બો કોવિડ હોસ્પિટલો બનાવી છે. આ કેન્દ્રોએ ત્રણેય કોવિડની લહેર દરમિયાન રોગચાળાને સફળતાપૂર્વક નિયંત્રણમાં લાવવામાં મદદરૂપ થઈ હતી.

હાલમાં માત્ર 43 કોવિડ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જમ્બો સેન્ટરોમાં ભાગ્યે જ કોઈ દર્દી હોય છે. પરંતુ IIT કાનપુરે(IIT Kanpur) ચોથી લહેરની આગાહી કરી છે. તે મુજબ જુલાઈ(July)માં શરૂ થઇ શકે છે અને સપ્ટેમ્બર(September)માં પીક પર આવી શકે છે. તે ત્રીજી લહેર કરતા કરતા તે હળવી હશે અને જાહેર આરોગ્ય પ્રણાલી પર કોઈ અસર કરશે નહીં અથવા લોકડાઉનની જરુર પડશે નહીં, એવી BMCની અપેક્ષા છે.

છતાં સાવચેતીના પગલાં તરીકે BMC સાત જમ્બો સેન્ટરોને સ્ટેન્ડબાય મોડ(Standby mode) પર રાખવાની છે. "BMCએ પહેલેથી જ જમ્બો સેન્ટરોમાં રહેલી દવાઓ અને સાધનોની ઇન્વેન્ટરી તૈયાર કરી છે. જમ્બો સેન્ટર્સમાં 15,000થી વધુ બેડ, ICU બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન બેડ, દવાઓ વગેરે છે. કોવિડ સેન્ટર બંધ થયા પછી આ સાધનોને મરોલ ખાતેની સેવન હિલ્સ હોસ્પિટલ(seven hills Hospital)માં રાખવામાં આવશે. આ સાધનોનો અપગ્રેડેશન બાદ BMCની 16 હોસ્પિટલોમાં ઉપયોગ કરવામાં આવશે." એવું સંજીવ કુમારે જણાવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : ચેસમાં ભારતના 16 વર્ષના પ્રજ્ઞાનાનંદનો ધમાકો, વર્ષમાં બીજી વખત આ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો.. જાણો વિગતે 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version